Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ભુજની બાબા સાહેબ આંબેડકર કન્યા છાત્રાલયમાં ભુજોડીની 17 વર્ષની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

મોડીરાત્રે વિદ્યાર્થિનીએ ગળામાં સાડી વડે ફાંસો ખાધો

 

ભુજ : શહેરમાં આવેલી ડોકટર બાબાસાહેબ આંબેડકર કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી ભુજોડીની ૧૭ વર્ષિય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે ભુજ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નગરપાલિકા સમીપે આવેલી બાબાસાહેબ આંબેડકર કન્યા છાત્રાલયમાં આપઘાતનો બનાવ સામે આવ્યો હતો

  . ભુજ ડિવિઝન પોલીસે આપેલી વિગતો મુજબ ઉર્મિબેન અરજણભાઈ સીજુ (.. ૧૭) (રહે ભુજોડી, તા. ભુજ) અગમ્ય કારણોસર ગળે ફાંંસો ખાઈ આપઘાત કર્યો હતો રાત્રે દોઢ વાગ્યાથી  સવારે સાડા વાગ્યા દરમ્યાન કોઈ પણ સમયે વિદ્યાર્થિનીએ ગળામાં સાડી વડે ફાંસો ખાધો હતો. છાત્રાલયની લોબીમાં ઉપરાના માળે જતા પગથિયા પાસે હતભાગી યુવતીનો લટકો મૃતદેહ મળી આવ્યો હતો.

  છાત્રાલયમાં દેખરેખ રાખતા રેવંતીબેન દીપકભાઈ મકવાણાને બનાવની જાણ થતા તેમણે ભુજ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે હતભાગીના મૃતદેહને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી તેના પરિવારજનોને બનાવની જાણ કરી હતી. ઘટનાને પગલે પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી પીએસઆઈ ટી.એસ. પટેલ આગળની તપાસ હાથ ધરી છે.

 

(9:57 pm IST)