Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

જૂનાગઢમાં ઉપરકોટ ફરવા આવેલ પરિવારની સગીર પુત્રીની છેડતી

સગીરાના પિતાને પણ લાફા મારનાર શખ્સની ધરપકડ

જૂનાગઢ તા. ૧૧ : જૂનાગઢમાં ઉપરકોટ ફરવા આવેલ પરિવારની સગીર પુત્રીની એક શખ્સે છેડતી કરી અને સગીરાના પિતાને લાફા ઝીંકી દેતા ચકચાર મચી ગઇ હતી.

જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આ શખ્સને ઝડપી લીધો હતો.

આ બનાવની વિગતો એવી છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને હાલ કચ્છના ડગાશ ગામે સીમ વિસ્તારમાં રહેતો એક પરિવાર ગઇકાલે બપોરના જૂનાગઢના ઉપરકોટ ખાતે ફરવા આવેલ.

ત્યારે ઉપરકોટમાં નીલમ તોપ ખાતે આ પરિવાર હતો ત્યારે એક શખ્સે પરિવારની ૧૨ વર્ષની દિકરીને બંને હાથે ઉંચકી લઇ તેની છેડતી કરી હતી તેમજ દિકરીના પિતાને લાફા ઝીંકી દીધા હતા.

સગીર દિકરીની છેડતીથી આ પરિવાર ડરી ગયો હતો. આ અંગેની જાણ થતા એ-ડીવીઝનના પીએસઆઇ જે.પી.ગોસાઇએ તાત્કાલિક દોડી જઇ સગીરાની છેડતી કરી નાસી છૂટેલા ખોડા ગોવિંદ વાઘેલા (રે. ગણેશનગર, જૂનાગઢ)ની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે આ શખ્સને બોધપાઠ આપી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:03 pm IST)