Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ભાવનગર જીલ્લા વૈદ્યસભાના પ્રમુખપદે ડો. શીતલ સોલંકી

ભાવનગર તા. ૧૧: જીલ્લા વૈદ્યસભાની નવી ટીમની રચના કરવામાં આવતાં પ્રમુખ તરીકે વૈદ્ય શીતલબેન સોલંકીની વરણી કરાઇ છે જયારે મહામંત્રી તરીકે વૈદ્ય મહેન્દ્ર મહેતા, ઉપપ્રમુખ તરીે વૈદ્ય નરેન્દ્ર ત્રિવેદી, ખજાનચી તરીકે વૈદ્ય કૃષ્ણકાંત લંગાળીયા, ચેરમેન તરીકે રાજુ પાઠક, મીડીયા કન્વીનર તરીકે વૈદ્ય કરણસિંહ મોરી તથા સલાહકારમાં ડો. શશીકાન્ત ઉપાધ્યાય, ડો. નટુભાઇ વાઘેલા, ડો. પ્રકાશભાઇ ઉપાધ્યાય, ડો. રમેશભાઇ વાઘેલા, ડો. પરેશ સોલંકી અને ૧પ કારોબારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.

(11:59 am IST)