Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

કચ્છી મહેશ્વરી સમાજ દ્વારા કાલે ધણી માતંગ દેવનો જન્મોત્સવ ઉજવાશે

આજે પૂર્વ દિવસે જય પ્રકાશનગરમાં નિકળેલ ભવ્ય શોભાયાત્રા : કાલે બારમતી પૂજા અને મહાપ્રસાદ : વિનામુલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન

રાજકોટ તા. ૧૧ : કચ્છછી મહેશ્વરી સમાજના પૂજનીય શ્રી ધણી માતંગ દેવની કાલે ૧૨૬૭ મી જન્મ જયંતિ હોય  રાજકોટમાં વસતા કચ્છી મહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી ઉજવણીનું આયોજન કરાયુ છે.

જન્મોત્સવના પૂર્વદિને આજે તા. ૧૧ ના મંગળવારે શોભાયાત્રા અને કાલે તા. ૧૨ ના આખો દિવસ શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

ધણી માતંગ દેવાના ફોટા સાથે મુખ્ય રથ અને ૫૦ થી વધુ વાહનો અને ટુવ્હીલર સાથેની આ શોભાયાત્રાને આજે તા.૧૧ ના બપોરે ર.૩૦ વાગ્યે ગણેશનગર, મોરબી રોડ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવેલ. જે નિયત રૂટ પર ફરી જયપ્રકાશનગર, ભગવતીપરા ખાતે વિરામ પામી હતી. ૧૨૦૦ થી ૧૪૦૦ કચ્છી મહેશ્વરી સમાજના ભાઇ બહેનો જોડાયા હતા.

શોભાયાત્રા પૂર્વે આજે સવારે ૯.૩૦ વાગ્યે પૂ. ધણી માતંગ દેવ ચોક નામકરણ કરવામાં આવેલ. બે દિવસીય આ જન્મોત્સવને લઇને કચ્છી મહેશ્વરી સમાજમાં અનેરા ઉમંગની લાગણી પ્રસરી છે.

આવતીકાલે તા. ૧૨ ના ધણી માતંગ દેવની જન્ય જયંતિ નિમિતે સવારે ૮.૩૦ વાગ્યે ગણેશ મંદિર, જયપ્રકાશનગર ખાતે બારમતી પંથ (પૂજા) થશે. બાદમાં બપોરે ૧ થી ૪ વિનામુલ્યે હેલ્થ કેમ્પ હીરાભાઇની વાડી, પોલીસ ચોકી સામે, ભગવતીપરા મેઇન રોડ ખાતે યોજવામાં આવેલ છે. બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા કચ્છી મહેશ્વરી સમાજના પ્રમુખ પુનમભાઇ નારાયણભાઇ ઘેડા, ઉપપ્રમુખ જમનાદાસ મેઘજીભાઇ વિસરીયા, નાનજીભાઇ આયડી, હરેશભાઇ થારુ, હરેશભાઇ દેવરીયા, ખીમજીભાઇ આયડી, રાયશીભાઇ માતંગ, ભરતભાઇ વીસરીયા, રામેશભાઇ દેવરીયા, રાજુભાઇ સુંઢા, મહેશભાઇ માતંગ તેમજ મહેશ્વરી યુવા સંગઠનના પ્રમુખ ભાવેશભાઇ ગાંગજીભાઇ વિસરીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહીતી માટે મો.૯૭૧૪૫ ૫૭૬૬૭ અથવા મો.૯૮૨૪૨ ૯૦૭૩૯ ઉપર સંપર્ક કરવા કચ્છી મહેશ્વર સમાજની યાદીમાં જણાવાયુ છે.

(12:06 pm IST)