Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

સુરેન્દ્રનગર આંગડીયા પેઢીમાં થયેલી લુંટના આરોપી બોટાદના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા

વઢવાણ તા.૧૧: પ્રફુલ સાયકલ સ્ટોરની સામે દ્વરકેશ ના ડેલામાં પેલા માળે માધવ મગન આંગણીયા પેઢીની ઓફિસમાં કર્મચારીને માથાના ભાગે હથોડીના ઘા મારી રૂ. ૧૬૦,૦૦૦/-ની લુંટ કરી નાશી ગયાના બનાવ અંગે પોલીસ અધિક્ષક સાહેબ મહેન્દ્ર બગડીયા પ્રો. પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ ઈ/ચા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા દ્વારા લુંટ કેશના આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હતી.

કર્મચારી અરજણભાઇ વજુભાઇ રબારી રહે. બજરંગપુરા તા. લખતર વાળા એકલા હાજર હતા તે વખતે અજાણ્યા ઈસમો જેમા (૧) આશરે ૨૦ થી ૨૨ વર્ષનો અજાણ્યો ઈસમ તથા (૨) આશરે ૧૮ વર્ષનો અજાણ્યો ઈસમ આંગણીયુ કરવાના બહાને આવેલ જે બાબતે સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો. સ્ટે. માં ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૭૨૦૦૧૨૨ આઇ.પી.સી. કલમ - ૩૯૭-, ૧૪૪ તથા જી.પી. એકટ કલમ - ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય

એલ.સી.બી. શાખા, સુરેન્દ્રનગર નાઓની એક ટીમ તથા સુરેન્દ્રનગર સીઠી એ ડીવી પો.સ્ટે. ની બે ટીમ બનાવેલ અને ત્રણેય ટીમો દ્વારા આ કામની બનાવની જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ આધારે તેમજ ટેકનીકલ સોર્સની મદદથી લુંને અંજામ આપનાર આરોપીઓ (૧) ઘનશ્યામભાઇ રમણીકભાઇ સતાપરા (પ્રજાપતી) રહે. બોટાદ , પાળીયાદ રોડ, આનંદધામ રેસીડેન્સી તથા (૨) પંકજભાઇ હીરાલાલ રાજગોર રહે. બોટાદ મુળ રહે. મધ્યપ્રદેશ વાળાઓને પકડી ઘનશ્યામભાઇ રમણીકભાઇ પ્રજાપતિ સુરેન્દ્રનગરમાં અગાઉ કામ કરતો હતો.

પો. ઈન્સ. ડી.એમ. ઢોલ એલ.સી.બી. શાખા  સુરેન્દ્રનગર  નાઓની ટીમ તથા સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે. ના ઈન્સપેકટર એ.એચ. ગોરી તથા હે.કો. ધનરાજસિંહ જશુભા તથા હે.કો. વિજયસિંહ જોરૂભા તથા હે.કો. મુકેશભાઇ મનુભાઇ તથા પો.કો. અમીતભાઇ જગદીશભાઇ તથા પો.કો. વિજયસિંહ પ્રવિણસિંહ  તથા પો.કો. હારૂણભાઇ ગુલાબભાઇ તથા પો.કો. કીશનભાઇ વેલાભાઇ એ રીતેની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(11:43 am IST)