Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

મોરબીના શનાળા નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

100 લીટર દેશી દારૂ અને રીક્ષા સહીત 52 હજારનો મુદામાલ કબજે

મોરબી : રાજ્યના ડીજીપી દ્વારા દારૂ અને જુગારની બદી નાબુદ કરવા ડ્રાઈવ આપેલ હોય જે અંતર્ગત મોરબી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શનાળા પાસેથી પસાર થતી રીક્ષાને ઝડપી લઈને દેશી દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમના પીએસઆઈ વી કે ગોંડલીયા, નાગદાનભાઈ ગઢવી, પ્રભાતભાઈ ચાવડા, વાસુદેવભાઈ સોનગ્રા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મનોજ અણદાભાઈ પઢારીયા (રહે મોરબી શકત શનાળા)ની હદપારીની પ્રપોઝલ કરેલ હોય જે નાયબ કલેકટર દ્વારા હદપારી હુકમથી મંજુર કરેલ હોય

જેથી હુકમની બજવણી કરવા શકત શનાળા ગામે જતા રીક્ષા નં જીજે ૦૧ ટીઈ ૫૨૪૧ શંકાસ્પદ લાગતા રીક્ષામાં બેસેલ બે ઈસમો મનોજ અણદા પઢારીયા( રહે મોરબી શકતશનાળા) અને ઇસ્માન ઉમર મુલ્લા (રહે મોરબી કુલીનગર )ને ઝડપી લઈને રીક્ષામાંથી દેશી દારૂ લીટર ૧૦૦ કીમત રૂ ૨૦૦૦ મળી આવત રીક્ષા સહીત કુલ ૫૨,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે અને આરોપી મનોજ પઢારીયા વિરુદ્ધ હદપારી હુકમ બજવણી કરવાની હોય પરંતુ આ ઇસમ દારૂના જથ્થા સાથે મળી આવતા પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

-- 

(1:08 am IST)