Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પોરબંદરમાં પૂ. ભાઇશ્રીના હસ્તે સાંદીપનિ ગૌરવ એવોર્ડ એનાયત

બ્રહ્મલીન પૂ. સ્વામી નારાયણદાસજીને મરણોતર, તેમજ ડો. સત્યવ્રત શાસ્ત્રીજી, ડો. કિરણભાઇ પટેલ તથા ડો. સુરેશભાઇ સોનીને ગૌરવ એવોર્ડ સન્માન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૧ :.. હરિ મંદિર પાટોત્સવના પ્રારંભે પૂ. રમેશભાઇ ઓઝા (પૂ. ભાઇશ્રી)ના હસ્તે સાંદીપનિ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. બ્રહ્મલીન પૂ. સ્વામી નારાયણદાસજીને મરણોતર ઉપરાંત ડો. સત્યવ્રત શાસ્ત્રી, ડો. કિરણભાઇ પટેલ, ડો. સુરેશભાઇ સોનીને આ ગૌરવ એવોર્ડ સન્માન આપવામાં આવ્યું હતું.

સાંદીપનિ વિદ્યા નિકેતનના સભાગૃહમાં ૧૦ મી માર્ચ અને વસંતપંચમીના પવિત્ર દિવસે વર્ષ ર૦૧૮ ના ચાર સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ સમારોહ સંપન્ન થયો હતો. શ્રી હરિ મંદિરના ૧૩મા પાટોત્સવ પ્રસંગે આયોજીત આ એવોર્ડ અર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાને પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ અન્ય અગ્રગણ્ય મહેમાનોની ઉપસ્થિતીમાં સંપન્ન થયો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં સાંદીપનિના ઋષિકુમારોના વેદગાન પછી દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં એવોર્ડ ચયન સમિતિના એક સભ્ય અને વહીવટી ક્ષેત્રે વિવિધ પદો પર સફળ કામગીરી બજાવનાર ભાગ્યેશ જતાં એ સ્વાગત પ્રવચન કરીને એવોર્ડ પ્રાપ્ત કરનાર મહાનુભાવો અને મંચ પર બીરાજનાર શિષ્ટ, વિશિષ્ટ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું.

ધારાસભ્ય અને નિવૃત કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં એવોર્ડથી વિભૂષિત મહાનુભાવોના કાર્યોને બિરદાવીને કહ્યું હતું કે સમગ્ર દેશમાં પોરબંદર પાવન ભૂમિ છે જેને કારણે સુદામા માને ગાંધી જેવી વિશ્વ વિભૂતીઓનો અતિ જન્મ થયો ે. પૂજયભાઇશ્રી જન્મભૂમિ ભલે પોરબંદર ન હોય પણ કર્મભૂમિ છે. ભારતીય સંસ્કૃતિનો ભાઇશ્રી સાંદીપનિના માધ્યમથી પ્રસાર કરી રહ્યા છે જે શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું કાર્ય છે.

અતિથી વિશેષ પદેથી બોલતા મનીન્દરજીતસિંહ બીટ્ટાએ તેમની જુસ્સાભેર કહયું હતું કે છેક ૧૯૯૩ માં એક એરપોર્ટ પર ભાઇશ્રીના મને માત્ર દર્શન થયા જુના અને સૌપ્રથમ જયારે મે તેમના શિવમાલા નામની ભજનોની સીડી સાંભળી હતી.

ત્યારથી ભાઇશ્રીને મળવાની ઇચ્છા હતી પણ તેને મળવાનો મોકો મળતો ન હોતો, પણ આજે આટલા નિકટ જઇ સાથે બેસવાનો મોકો મળ્યો છે ત્યારે મારા જીવનની ધન્ય ક્ષણ મળી હોય એવો અનુભવ કરી રહ્યો છું કેમ કે ભાઇશ્રી તો સંસ્કૃતિના રક્ષક છે.

એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સર્વપ્રથમ દેવર્ષિ એવોર્ડ બ્રહ્મલીન (મરણોતર) નારાયણ દેવાચાર્યજી મહારાજ -જયપુરના પ્રતિનિધી શ્રી હાજરા સાહેબ વન વિભાગના અધિકારીશ્રીએ પૂજય ભાઇશ્રી તથા પૂજય અનુભવાનંદ સરસ્વતી દ્વારા મહારાજશ્રીના પ્રતિનિધિશ્રી રઘુભાઇ હાજરાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

બ્રહ્મર્ષિ એવોર્ડના વાંચન બાદ ડો. સત્યવ્રત શાસ્ત્રીજીને એનાયત કરાયો હતો. આ એવોર્ડ પૂજય ભાઇશ્રી તથા સ્વામી અનુભવાનંદજી મહારાજના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં અર્પણ કરાયો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે તેમના સુપુત્રી ઇન્દુબેન પણ ઉપસ્થિત રહ્યા હતાં. રાજર્ષિ એવોર્ડના વાંચન બાદ અમેરિકાના ટેમ્પા મુકામે સ્થિત કાર્ડીયોલોજસ્ટ ડો. કિરણભાઇ પટેલને રાજર્ષિ એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ પૂજય ભાઇશ્રી તથા સ્વામી અનુભવાનંદ સરસ્વતી મહારાજના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં અર્પણ કરાયો હતો. ડો. કિરણ પટેલે અનેક વિધ ક્ષેત્રે આપેલા અનુદાન વિશે પણ સવિસ્તારથી ઉલ્લેખ કરાયો હતો.

મહર્ષિ એવોર્ડના વાંચન બાદ 'સહયોગ કુષ્ઠરોગ ટ્રસ્ટ' રાજેન્દ્રનગર-હિંમતનગરના મેનેજીંગ ટ્રસ્ટી એવા ડો. સુરેશભાઇ સોની તથા ઇન્દિરાબહેન સોનીને મહર્ષિ એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ પૂજય ભાઇશ્રી તથા સ્વામી અનુભવાનંદજી મહારાજના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં અર્પણ કરાયો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે તેમના પુત્ર શ્રી દિપકભાઇ સોની પણ ઉપસ્થિત રહ્યા હતાં. સુરેશભાઇ સોની તેમનું સેવાક્ષેત્ર છોડીને નહિ જતા હોવાથી અનુપસ્થિત રહ્યા હતાં.

ડો. કિરણ પટેલ - રાજર્ષિ એવોર્ડ

એવોર્ડ ભાવપૂજનથી વિભૂષિત રાજર્ષિ એવોર્ડથી જેમનું ભાવપૂજન થયુ હતું તે અમેરિકાના ટેમ્પાના નિવાસી ડો. કિરણભાઇ પટેલે તેમના મનોભાવને વાચા આપતા કહયું કે પુજયભાઇશ્રી રાજર્ષિ એવોર્ડથી મારુ સન્માન કરવા ઇચ્છે છે એવો જયારે પૂજય ભાઇશ્રીને મનો સંદેશ મળ્યો ત્યારે સર્વપ્રથમ તો મેં હું તેને લાયક છું કે નહીં એ વિચારમાં પડીને ના પાડી હતી પણ પછી મને પૂજય ભાઇશ્રી જેવા મહાન સંત આ એવોર્ડ આપી રહ્યા છે એવો વિચાર આવતાં મેં એવોર્ડ સ્વીકારવાની સંમતિ આપી છે.

મારો જન્મ ગુજરાતી પરિવારમાં આફ્રિકાના ઝામ્બીયામાં બ્રિટીશ કલ્ચરમાં શિક્ષણ લીધુ માતા-પિતાના  ગાંધીવાદી સંસ્કારો ગળથથીમાં મળ્યા. મેડીકલનો અભ્યાસુ ગુજરાતમાં કર્યો. અને વ્યવસાય અમેરિકામાં કર્યો આમ માતૃભૂમિ, જન્મભૂમિ અને કર્મભૂમિ અલગ અલગ હોવા છતાં મારુ કાર્ય ને નિષ્ઠાથી બજાવ્યું છે.

એક વ્યકિત નિષ્કામ ભાવે કામ કરે તો કેવું દૈવી વ્યકિતત્વ પ્રાપ્ત કરે છે તેનું જીવંત ઉદાહરણ પૂજય ભાઇશ્રી છે. અભ્યાસની સાથે જીવનલક્ષી શિક્ષણ સાંદીપનિના છાત્રોને મળી રહ્યું છે. (પ-૧૯)

(3:44 pm IST)