Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ખંભાળીયા નજીક રેલવે ડીઆરએમની ટૂકડીના ચેકીંગથી ટ્રેન ૪૦ મિનિટ થોભાવી ભાવનગર-ઓખા લોકલ ટ્રેનને રોકી દેવાતા મુસાફરો અકળાયા

ખંભાળીયા, તા. ૧૧ : સિંહણ નજીક રેલવે ટ્રેકનું કામ ચાલતું હોય જેનું નિરીક્ષણ કરવા માટે રાજકોટ ડીઆરએમ વિભાગની ટૂકડી ઉભી હતી જેના કારણે ભાવનગર-ઓખા લોકલ ટ્રેન અંદાજીત ૪૦ મિનિટ જેટલી મોડી પડતા મુસાફરો અકળાયા હતાં. આવતા મહિને પશ્ચિમ રેલવે વિભાગના જીએમનું જામનગર-દ્વારકામાં ઇન્સ્પેકશન હોવાથી જામનગર-દ્વારકા રેલવે સ્ટેશનો તેમજ ટ્રેક પર કોઇ સમસ્યા જોવા ન મળે તે માટે રાજકોટ પશ્ચિમ રેલવે વિભાગના ડીઆરએમની ટૂકડી છેલ્લા બે દિવસથી દ્વારકા મુકામે પહોંચી અને જાત નિરીક્ષણ કરી રહી હતી. જે બાદ આજે સવારે ખંભાળીયાના મોડપર સિંહણ પાસે રેલવે ટ્રેકના ચાલતા કામ અંગે માહિતી મેળવતા સવારે ભાવનગર-ઓખા લોકલ ટ્રેનને લગભગ ૪૦ મિનિટ જેટલો સમય થોભાવી દેવામા આવી હતી જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરો અકળાવવાની સાથે રોષે ભરાયા હતા.

(3:21 pm IST)