Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

બગસરામાં પિસ્તોલ-તમંચા-કાર્ટિસ સાથે ફરારી બુટલેગર ઝડપાયો

અમરેલી, તા. ૧૧ :. અમરેલી એલ.સી.બી. ઈન્ચાર્જ પો. ઈન્સ. આર.કે. કરમટા તથા પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલસીબી ટીમે ચોક્કસ બાતમી આધારે બગસરા ટાઉનમાં મારૂતિનગરમાં રહેતા લીસ્ટેડ પ્રોહીબુટલેગરના ઘરે છાપો મારી એક પીસ્તોલ તથા એક તમંચો તથા જીવતો કાર્ટીસ જેવા પ્રાણઘાતક હથીયારો શોધી કાઢેલ છે અને પ્રોહી બુટલેગર સામે ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો રાખવા બદલ હથીયારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉલ્લેખનીય છે કે પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખી પકડાયેલ આરોપી કરણ નાગભાઈ વાળા-અમરેલી જીલ્લાનો લીસ્ટેડ પ્રોહી બુટલેગર છે અને દોઢ માસ પહેલા અમરેલી પોલીસ દ્વારા બગસરા તાલુકાના શાપર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૯૬ કિં. રૂ. ૧૧,૦૮,૮૦૦ તથા દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલ વાહનો નંગ-૫ સહિત કુલ કિં. રૂ. ૨૨,૦૮,૮૦૦નો મુદામાલ પકડી પાડેલ હોય જે અંગે બગસરા પો. સ્ટે. પ્રોહી. ગુ.ર. નં. ૩૧૦/૨૦૧૯, પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એ, ઈ, ૧૧૬ (બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય, આ ગુન્હાના કામે પણ પકડાયેલ બુટલેગર કરણ નાગભાઈ વાળાને અટક કરવાનો બાકી હોય, મજકુર આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. જેને ગેરકાયદેસર ફાયર આર્મ્સ તથા કાર્ટીસ સાથે પકડી પાડવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય અમરેલીનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલસીબી ઈન્ચાર્જ પો. ઈન્સ. શ્રી આર.કે. કરમટા તથા પો.સ.ઈ. શ્રી પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(11:38 am IST)