Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

શાપર-વેરાવળમાં ચોરાઉ બાઇક સાથે અરૂણ મંડળ પકડાયો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ બાઇક સાથે નજરે પડે છે. (તસ્વીરઃ કમલેશ વસાણી -શાપર-વેરાવળ)

 શાપર-વેરાવળ, તા., ૧૧: શાપર-વેરાવળ પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

શાપર-વેરાવળ પોલીસ સબ ઇન્સ્પેકટર  કે એ ગોહીલ હેડ કોન્સ્ટેબલ અશ્વીનભાઇ મકવાણા તથા રાજદીપસિંહ ઝાલા સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રાજદીપસિંહ જાલાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે વોચ ગોઠવી ચોરાઉ બાઇક સાથે નીકળેલ અરૂણકુમાર ગણેશભાઇ મંડળ ધંધો મજુરી રહે શાપર-વેરાવળ રંગાણી કારખાનાની ઓરડીમાં મૂળ રહે લક્ષ્મીપુર થાના અમરપુર બિહારને ઝડપી લીધો હતો. આ બાઇક શાપર-વેરાવળમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(11:37 am IST)