Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ચોટીલામાં જુગાર રમતા છ ઝડપાયા

ચોટીલા તા.૧૧: શુક્રવારનાં સાંજે ચોટીલા શહેરમાં છત્રીચોક નજીક થી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો ૨૭૬૭૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 પીઆઈ આર જે વાળા નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર જે જાડેજા તથા સ્ટાફનાં વિજયસિંહ, શેખાભાઇ, નરેશભાઇ, દેવરાજભાઇ,દિપકભાઇ, દક્ષેશભાઇ સહિતના પુનમનાં બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન છત્રીચોક નજીક જુગાર રમતા હોવાની બાતમી મળતા. ખેરાણાનાં જયદિપભાઇ કનુભાઈ ધાધલ, ચોટીલાનાં મનિષભાઇ ગાંડુભાઇ કોટેચા, મંગળુભાઇ સુરીંગભાઇ ધાધલ, મુનાભાઇ વસ્તુભાઇ ખાચર, વાકાનેરનાં પ્રવિણભાઈ નારણભાઇ ગોસ્વામી, રાજપરા નાં જેરામભાઇ ગોકળભાઇ રોજાસરાને ૨૭.૬૭૦ ઝડપી  કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ડીએસપી મહેન્દ્ર બગડીયા, ડીવાયએસપી ડી.વી.બસીયાએ જીલ્લામાાંથી તેમજ ડીવીઝન વિસ્તારમાંથી દારૂ જુગારની બદીને નેસ્તનાબદુ કરવા અલગ અલગ ટીમો બનાવી પ્રજાલક્ષી કામગીરી કરવાની સુચના અપાતા પોલીસે કડક હાથે કામગીરી આરંભેલ છે.

(11:35 am IST)