Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પોરબંદરમાં હેલ્થ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા નિદાન કેમ્પ યોજાયો : ૭૬૪ દર્દીઓને લાભ

અમદાવાદ સારવાર માટે જતા દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો

પોરબંદર તા.૧૧ : હેલ્થ એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અમદાવાદની પ્રખ્યાત કીડની હોસ્પિટલના ડોકટરો દ્વારા કીડની નિદાન કેમ્પ અને પોરબંદરથી અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરેલ હતુ. આ કેમ્પનું આયોજન પોરબંદર તાલુકાના મોઢવાડા ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત જયમલભાઇ રાજશીભાઇ મોઢવાડીયાના પુત્ર ધ્રુવના જન્મદિન પ્રસંગની અનોખી અને સમાજને માટે સંદેશારૂપ દર્દીઓના નિદાન યજ્ઞ દ્વારા ઉજવણી કરવામાં ભાગરૂપે કરાયુ હતુ. નિદાન કેમ્પમાં ૭૬૪ જેટલા દર્દીઓનુ નિદાન કરાયુ હતુ જેમાંથી ૧૫ જેટલા દર્દીઓની સર્જરી વિનામુલ્યે અમદાવાદ સીવીલ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા વિનામુલ્યે કરાશે. તમામ દર્દીઓને જરૂરી દવા અને ટેસ્ટો જેવા કે લેબોરેટરી, સોનોગ્રાફી અને એકસરે પરીક્ષણ પણ વિનામુલ્યે કરી અપાયુ હતુ.

અમદાવાદથી પોરબંદર જતા દર્દીઓને લોહીની જરૂર પડતી હોય છે જેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં પણ રકતદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ૧૭૫ જેટલા રકતદાતાઓનંુ લોહી પરીક્ષણમાં યોગ્ય જણાતા લોહી લેવાયુ હતુ.

કેમ્પનું ઉદઘાટન અર્જુનભાઇ મોઢવાડીયાએ કર્યુ હતુ. સરકારી હોસ્પિટલમાં સરકારી ડોકટરોની ઘટ, પેરામેડીકલ સ્ટાફની ઘટ અને સામે વધી રહેલા જીવલેણ દર્દીઓની સંખ્યા બાબતે ચિંતા વ્યકત કરી હતી સ્વાગત પ્રવચન હેલ્થ એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી અને પોરબંદરના દર્દીઓ માટે કાયમી મદદરૂપ થનાર રામદેવ મોઢવાડીયાએ કર્યુ હતુ.

(11:32 am IST)