Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બોટાદના ગૌરક્ષકોએ કતલખાને જતા ગાય વાછરડાને બચાવ્યા

બોટાદ તા.૧૧: બોટાદ ગૌરક્ષક સામતભાઇ જેબલીયાને તેમના બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે રાજકોટ લીંબડી તરફથી એક ટ્રક નં. જી.જે. ૧૬ વી. ૬૧પ૪માં  પશુઓને લઇને અમદાવાદ જઇ રહ્યો છે આથી સામતભાઇએ તેમના સાથીદારોને રાત્રે ચેકીંગ માટે ગોઠવી દીધા હતા.

દરમિયાન ટ્રક નીકળતા રોકવાની કોશિશ કરતા ટ્રક રોકાયેલ નહિ તેથી ગૌરક્ષકો સંજયભાઇ અને મેહુલભાઇએ ટ્રકનો પીછો કરી ટ્રક રોકાવેલ. ટ્રકમાં જોતા  ૮ ગાય અને બે વાછરડાને દોરડાથી બાંધેલ હતા. ટ્રકચાલક નાથભાઇ મેહાભાઇ શામળા રહે. રઘુવીરપુરા તા. માણાવદર પાસે પશુ ગૌવંશની હેરફેરના કોઇ  આધાર પુરાવા ન હોય બગોદરા પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સૌ પ્રથમતો ટ્રક ડ્રાયવરે ગુન્હો ન નોંધાવા અને ટ્રક નહિ ઝડપવા ધમપછાડા કર્યા હતા પરંતુ સામતભાઇ જેબલીયાએ ગાંધીનગર ગૌઆયોગના અધિકારી દિલીપભાઇ શાહ સાથે ટેલીફોનીક વાત કરી ગુન્હો નોંધવા પોલીસને સુચના અપાઇ હતી.

આમ બોટાદ ગૌરક્ષકોની બાતમીના આધારે ૮ પશુઓ કતલખાને જતા બચી ગયા છે. પોલીસે ધોરણસર કાર્યવાહી કરી  ડ્રાયવરની ધરપકડ અને મુદ્દામાલ તરીકે ટ્રક જપ્ત કર્યો હતો. (૧૧.ર)

(11:52 am IST)