Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોરબીમાં ક્રાંતિકારી સેના-યુનાઇટેડ યુથ ગ્રુપ દ્વારા કાલે દેશભકિત કી શામ

મોરબી તા. ૧૧ : યુવાનો દ્વારા સંચાલિત યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ તેમજ ક્રાંતિકારી સેના દ્વારા ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓને ફ્રી સેવાની જાગૃતિ આપવા માટે તેમજ વિસરાઈ ગયેલા શહીદ ક્રાંતિકારીઓને યાદ કરવાના હેતુથી તા. ૧૨ ને શનિવારે રાત્રીના ૦ં ૅં ૩૦ થી ૧૧ કલાકે રવાપર રોડ, ઇન્ડસ બેંક સામે આઝાદ પરિંદો કે નામ દેશ ભકિત કી શામ સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે જેમાં જાહેરઙ્ગ જનતાને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

મોરબીના ઝાલાવાડી ઘાંચી સમાજના લોલાડીયા એહમદ હનીફભાઈએ જામનગરની ગુલાબકુંવરબા મહાવિદ્યાલય આયુર્વેદિક મેડીકલ કોલેજમાં બી એ એમ એસ નો કોર્ષ એ ગ્રેડમાં પૂર્ણ કર્યો છે અને ઝાલાવાડી ઘાંચી સમાજનું ગૌરવ વધાર્યું છે.(

(10:33 am IST)