Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગીરનાર સ્પર્ધા અંતર્ગત યાત્રીકો ૧૩મીએ પગથીયા પરથી જઇ શકશે નહિ

સ્પર્ધકોની સુવિધા અર્થે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ

જૂનાગઢ તા.૧૧ :   ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર ઉપક્રમે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્રના દ્વારા તા.૧૩ના રોજ અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં યોજાનાર છે.

આ સ્પર્ધામાં કારણે ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓને કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક યુવતીઓની ટુકડીઓને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઉભી થવાની પુરેપુરી શકયતા રહેલી હોય એવા સંજોગોમાં ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દુર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવાના હેતુ માટે સીડી ઉપર સ્પર્ધા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બારીઆએ તા.૧૩ના રાત્રીના બારથી બપોરના ૧૨ કલાક સુધી ગિરનાર તળેટીથી અંબાજી મંદીર તરફ જતી ગિરનાર પર્વતની સીડીના પગથિયા ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યકિતઓને  ગિરનાર પર્વતની સીડીના પગથિયા દ્વારા ઉપર જવા કે નીચે ઉતરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.(૨૧.૩)

 

(10:33 am IST)