Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પોરબંદર ચોપાટીમાં શનિવારે પતંગોત્સવઃ વિનામુલ્યે પતંગ વિતરણ અને પ્રવેશ

પતંગોત્સવ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમઃ ભરત નાટયમ સમૂહ ગીત અને મણિયારો રાસના આકર્ષણ

પોરબંદર તા.૧૧: ચોપાટી ખાતે શનિવારે તા.૧૩મીએ પતંગોત્સવનું આયોજન એક અખબાર ગ્રુપના માધ્યમથી કરવામાં આવ્યું છે પતંગોત્સવ સવારે ૯ વાગ્યાથી શરૂ થશે

પતંગોત્સવ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાજય યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ, કમીશનરશ્રી યુવા સેવા સાંસ્કૃતિ પ્રવૃતિ ગાંધીનગર,જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પોરબંદર દ્વારા કરવામાં આવ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભરતનાટયમ સમૂહ ગીત અને મણિયારો રાસ રજૂ કરાશે.

પતંગોત્સવમાં જાહેર જનતા માટે વિનામૂલ્યે પ્રવેશ તથા પતંગ વિતરણ કરાશે. જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડા સહિત મહાનુભાવો હાજર રહેશે.

દર વર્ષની જેમ પોરબંદરમાં મકરસંક્રાંતિ પતંગોત્સવનું આયોજન ન થયાનું  અખબારમાં પ્રસિધ્ધ થયા બાદ તાકીદે પંતગોત્સવનું આયોજન થતા પતંગ રસીયાઓનો આનંદ બમણો થયો છે.

(12:52 pm IST)