Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભાવનગરમાં ૪૧ હજારની ચોરી

ભાવનગર, તા. ૧૧ :  કાળીપાબીડ વિસ્તારમાં પંચરત્ન સોસાયટી પ્લોટનું ૪૭૪ર બી માં રહેતા અશોકભાઇ અરજણભાઇ ચોહલા કોઇ કામ સબબ પરિવાર સાથે બહારગામ ગયા હતા.

પાછળથી તેનાં બંધ મકાનનાં તાળા-નકુચા તોડી તસ્કરોએ કબાટમાં રાખેલા રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન વિગેરે મળી કુલ રૂ. ૪૧ હજારની મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:15 am IST)