Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

પતિએ દારૂ પી ખેલ કરતાં બેટી રામપરાના રીટાબેન ઝેર પી ગયા

અવાર-નવાર પતિ ત્રાસ ગુજારતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦: કુવાડવાના બેટી રામપર ગામે રહેતાં રીટાબેન કિશોરભાઇ મકવાણા (કોળી) (ઉ.૩૫) સાંજે ઘરે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કુવાડવા પોલીસને જાણ કરી હતી. રીટાબેનના લગ્ન બાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેના માવતર વિરપુર (જલારામ) રહે છે. રીટાબેનના કહેવા મુજબ પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે.  આ કારણે અવાર-નવાર નાની-નાની વાતે ત્રાસ ગુજારે છે. ગઇકાલે પણ માથાકુટ કરતાં પોતે કંટાળી જતાં આ પગલું ભર્યુ હતું.

(11:59 am IST)