Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા ફરજની સાથે અનોખી સેવા

વડાલમાં માનસિક અસ્થિર વૃધ્ધાને બિમારી હાલતમાં સારવાર કરાવીઃ બગોદરાની માનવ સેવાશ્રમમાં મોકલવાની વ્યવસ્થા કરાવી

જુનાગઢ તા ૯  :  જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એમ. વાઘમશી હાલના સમયમાં પડતી 'ખુબ જ શરદી તેમજ ઠંડીના સમયે હાઇવે ઉપરના વડાલ ગામ ખાતે ફરતા માનસિક અસ્થિર મગજના વૃદ્ધાને અનોખી સેવા કરી, પોતાની ફરજ સાથે સેવાનો ધર્મ પણ બજાવેલ' છે.

પ્રાપ્ત માહીતી મુજબ જુનાગઢ જિલ્લાના પોલીસ વડા સોૈરભસિંઘ દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જુનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇનસ્પેકટર વી.એમ. વાઘમશી તથા સ્ટાફના હે.કો. નાથાભાઇ ધીરાજદાન, સંજયસિંહ, જૈતાભાઇ સહિતના સ્ટાફની ટીમ દ્વારા જુનાગઢ જેતણુર હાઇવે ઉપરના વડાલ ગામેથી લોકો એક ૬૫ થી ૭૦ વર્ષના વૃદ્ધાને પોલીસ સ્ટેશન લાવેલ અને તેના ઉપર કોઇ અજુગતુ ના બને તે સારૂ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ હતા. 'વડાલઇ ગામ ખાતેથી મળી આવેલ વૃદ્ધા માનસિક અસિથ્ર, અસ્ત વ્યસ્ત કપડામાં અને પોતાને શોૈભક્રિયાનું પણ ભાન ના રહેતું હોય ઘણા દિવસથી મુખ્યા હોઇ, પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જમાડી, પાગલ વૃદ્ધાને જીઆરડી ના મહિલા સભ્યોને બોલાવી, પાણીથી સ્નાન કરાવી, કપડા સાથે ગરમ કપડા અને નવા ચપ્પલ મંગાવી, કપડા અને ચપ્પલ પહેરાવી, ગરીબ માનસિક અસ્થિતર મગજના વૃદ્ધાને ટાઢ તેમજ ઠંડીથી રાહત' અપાવેલ છે. જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર પણ કરાવેલ હતી.ત્યારબાદ આ માનસિક અસ્થિર માણસને જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેસાડીને જમાડવામાં આવેલ હતો. જુનાગઢ ડિિઁવઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા 'બગોદરા ખાતે માનવ સેવા આશ્રમ નામની સંસ્થા ચલાવતા દિનેશભાઇ લાઠીયા (મો. ૯૯૭૮૦ ૯૫૧૫૯) સંપર્કમાં હોય જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા બગોદરા ખાતે માનવ સેવા આશ્રમ કે જયાં બિનવારસી લોકોો તથા અસ્થિર મગજના લોકોને રાખી, સેવાનું કાર્ય ચલાવવામાં આવે છે. એ સંસ્થા ચલાવતા દિનેશભાઇ લાઠીયાનો સંપર્ક કરી, આ હાઇવે ઉપરથી મળેલ અસ્થિર મગજના વૃદ્ધા અંગે માહીતી આપતા, જુનાગઢ પોલીસ તથા દિનેશભાઇ લાઠીયા જાતે તેને બગોદરા સંસ્થા ખાતે લઇ જવાની વ્યવસ્થા કરેલ હતી. આ આવા વખતે જુનાગઢ પોલીસની શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાવો અપાવતી કાર્યવાહીથી અજાણ્યા અસ્થિર મગજના વૃદ્ધાના ચહેરા ઉપર આનંદ/આભારની લાગણી' છવાઇ જાય છે.

(11:47 am IST)