Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

માનવભક્ષી દિપડી પાંજરે : બગસરા પંથકમાં રાહત

લોકોના રોષનો ભોગ બને તે પહેલા વનવિભાગે રાત્રીના ૩ વાગ્યે છૂપી રીતે ઝડપી લઇને ઉના જસાધાર રેન્જમાં મોકલી દીધી

બગસરા તા.૧૦ : અમરેલી જીલ્લાના બગસરા પંથકમાં આતંક મચાવનાર માનવલક્ષી દિપડીને પાંજરામાં કેદ કરી દેવામાં આવી છે. બગસરાના કાગદડી ગામની સીમમાથી મોડી રાત્રીના ૩ વાગ્યે વનવિભાગની ટીમે દિપડી લોકોનો રોષનો ભોગ બને તે પહેલા છુપી રીતે ઓપરેશન પાર પાડીને ઉના પાસેના જસાધાર રેન્જમાં મોકલી આપેલ છે.

આ બાબતે કાગદડી ગામના સરપંચ વિનુભાઈ કાનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી સવારે દીપડી પાંજરામાં પૂરાઈ બાદ વન વિભાગ દ્વારા તેમને સાથે રાખી જરૂરી કાગળ કામ અને કાર્યવાહી કરી તાત્કાલિક આ દીપડીને સિમ માંથી બહાર મોકલી દેવામાં આવી હતી.

ચાર દિવસમાં ૨ લોકોનો ભોગ લેનારી  અને લોકોને ગંભીર રીતે ઘાયલ કરનારી દીપડીને આખરે પાંજરે પૂરવામાં સફળતા હોવાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. કે, પાંજરે પુરાયેલી દીપડી એ દીપડી નથી જેની પાછલા દીવસોથી તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા માટે ૧૫૦ થી વધુ લોકોની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી  હતી. જેમાં વનવિભાગે દીપડી પકડી છે. દીપડી પણ માનવભક્ષી હોવાનુ સામે આવ્યુ છે.

મીડીયા રીપોર્ટસ મુજબ માનવભક્ષી દીપડો નહી પણ દીપડી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. મહત્વનુ છેક ે અમરેલીના બગસરામાંથી જે દીપડાને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.   તે આખરે દીપડી નીકળી છે અને તેને પાંજરે પૂરી દેવામાં આવી છે. જોકે આ અંગે વનવિભાગે કોઇ ખુલાસો કર્યો નથી. અને  હજુ પણ દીપડાની શોધખોળ ચાલુ જ છે.  જે દિપડાની શોધ કરવામાં આવી રહી છે. તે ખેતરમાં કામ કરી રહેલા અને કાચા ઘરોમાં રહેતા લોકોને ઘાયલ કર્યા છે. જ્યારે ૧૫ જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. બગસરામાં દીપડાએ આતંક મચાવ્યા પછી  ર ાજ્ય સરકાર અને વન વિભાગ એલર્ટ થયુ હતુ. જેમાં વિવિધ ટીમો બનાવીને કરવામાં આવેલા ખર્ચ ઓપરેશનમાં આખરે સફળતા મળી ગઇ છે.  દીપડાને  પકડવામા માટે પાંજરામાં ખોરાક  રાખવામાં આવ્યો હતો તે પાંજરામાં દીપડી આવી ગઇ હોવાની ઘટના બની છે.

(11:41 am IST)