Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જુનાગઢના યુવકનુ ડેન્ગ્યુથી મોત

માતરવાણિયા ગામ હિબકે ચડયુઃ ઘેરો શોક

જુનાગઢ તા.૧૦: મુળમાળિયા હાટીના તાલુકાના હાલ જુનાગઢ ટીંબાવાડીની દિપાંજલી સોસાયટીમાં રહેતા રાજગોર બ્રાહ્મણજ્ઞાતિના અગ્રણી સહકારી મંડળી તરીકે ફરજબજાવતા ધીરૂભાઇ કરશનભાઇ રવિયાના યુવાન પુત્રનુ ડેગ્યુના કારણ ગઇકાલે અવસાન થયુ છે.

મળતી વિગતો પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ સ્ટર્લીગ હોસ્પીટલમાં ધીરૂભાઇના પુત્ર સાવન રવિયા ઉ.વ.૨૮ ને ડેન્ગ્યુ થતા તેની સારવાર ચાલતી હતી દરમ્યાન ગઇકાલે તેની તબિયત વધુ બગડતા તેણે અતિંમશ્વાસ લીધા હતા મૃતક સાવનભાઇ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જુનાગઢ તેમજ સમસ્ત બ્રહ્મયુવા સંગઠનના સભ્ય તરીકે દિવસ રાત જોયા વગર સેવાકિય કાર્યો કરેલ અને સમાજને એક તાંતણે જોડાયને માટે ઉત્કૃષ્ટ સેવા બજાવેલ.

અચાનક સાવન રવિયાની વિદાયથી રાજગોર સમાજ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે ગતરાત્રે સાવનના પાર્થિવ દેહને માળીયાના માતરવાણીયા તેમના વતન ખાતે લાવવામાં આવતા પરિવારજનો અને સમગ્ર ગામ હિબકે ચડયુ હતુ સૌના લાડલા એવા આયુવાને ટુકી જીંદગીનું આયુષ્ય ભોગવી અચાનક દુનિયાને અલવિદા કરતા સમગ્ર બ્રહ્મ સમાજ શોકમાં ગરકાવ થઇ ગયો છે.

ગત રાત્રે સાવનની અંતિમ યાત્રા ૧૧ કલાકે નિકળી હતી જેમાં રાજગોર સમાજ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ અને દરેક સમાજના લોકો જોડાય અને અક્ષુભરી વિદાય આપી હતી. સદગતનુ બેસણુ પ્રાર્થના સભા આગામી તા.૧૪ ડીસેને શનિવારના રોજ બપોરે ૩ થી ૬ ઓમકારેશ્વર મહાદેવ મંદિર દિપાંજલી સોસાયટી ટીંબાવાડી જુનાગઢ ખાતે રાખેલ છે.

(11:40 am IST)