Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જામનગરની હોસ્પિટલમાંથી બકને ઉઠાવી જનાર યુવતી ઝડપાઇ :પ્રેમી સાથે સંબંધ બાંધી તેને ડરાવવા પ્રેમીકાએ ઉઠાંતરી કરી 'તી

બાળક આપણાં બંનેના સંબંધના કારણે જ અવતર્યું હોવાનું અને હવે લગ્ન કરવા જ પડશે એમ દબાણ લાવવા માટે ઉઠાંતરી કરી

જામનગર :જિલ્લાની જી.જી.હોસ્પિટલના ગાયનેકવોર્ડમાંથી ગત શુક્રવારે બપોરે જન્મેલી એક બાળકીને ઉઠાવીને કોઈ અજાણી યુવતી પલાયન થયા બાદ જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ સહિતનો કાફલો પણ બનાવની ગંભીરતાને જોતા હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસ હાથ ધરી હતી અને પોલીસએ આ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી. જયારે નવજાત બાળકીને ઉઠાવી જનાર યુવતી ફરાર થઈ ચૂકી હતી. અને અંતે ત્રણ દિવસ બાદ આજે યુવતીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે

   ખોડિયાર કોલોનીમાં નિલકમલ સોસાયટી પાછળ રહેતી અનેઆઈટીઆઈમાં અભ્યાસ કરતી શિલ્પા ગોવિંદભાઇ વાઘેલા (ઉં.વ. ૨૦) નામની આ યુવતીએ જ બાળકીને ઉઠાવી હોવાનું સામે આવ્યું હતું. પોતાની સાથે અભ્યાસ કરતા એક યુવક સાથે શિલ્પાને પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીએ પ્રેમીને પામવા આ પ્લોટ રચ્યો હતો

   જે મુજબ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધી ચુકેલી યુવતીએ બાળકીને ઉઠાવી, તે પ્રેમી સમક્ષ રાખી આ બાળક આપણાં બંનેના સંબંધના કારણે જ અવતર્યું હોવાનું અને હવે લગ્ન કરવા જ પડશે એમ દબાણ લાવવા માટે ઉઠાંતરી કરી હોવાની ખુદ શિલ્પાએ કબૂલાત કરી હતી. એક પ્રેમીને પામવા માટે શિલ્પા એ જ આ કૃત્ય આચર્યું હોવાનું ફલિત થતા પોલીસે તેણીની વિધિવત ધરપકડ કરી છે

(7:34 pm IST)