Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

મોરબીના મુસ્તાક મીરની હત્યા કરનાર હિતુભાને જામીન ન મળતા ધાણીફુટ ફાયરીંગ કરાવ્યું'તું: પ સામે ગુન્હો નોંધાયો

ઇજાગ્રસ્ત આરીફ મીરે હિતુભા, મુળરાજસિંહ, વિજય ઉર્ફે કડી ચુડાસમા તથા બે અજાણ્યા સામે ફરીયાદ કરીઃ સામા પક્ષે કથીત ફાયરીંગ કરવા આવેલા હિન્દીભાષી યુવાને અજાણ્યા ટોળા સામે માર માર્યાની પોલીસમાં ફરીયાદ કરી : હત્યાનોભોગબનેલ નિર્દોષ બાળક વિશાલ કોળીની પરીવારજનોએ લાશ સ્વકારી અંતિમવિધિ કરી

તસ્વીરમાં ફાયરીંગમાં હત્યાનો ભોગ બનનાર નિર્દોષ બાળક વિશાલની છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

મોરબી, તા., ૧૦: મોરબીના કાલીકા પ્લોટનાચકચારી ફાયરીંગ-હત્યા પ્રકરણમાં ઇજાગ્રસ્ત મુસ્લીમ યુવાને તેના ભાઇની હત્યા કરનાર આરોપીના જામીન ન મળતા તેના પર અંધાધુંધ ફાયરીંગ કરાવ્યાની હિતુભા સહીત પ શખ્સો સામે ફરીયાદ કરી છે. તો સામાપક્ષે કથીત ફાયરીંગ કરવા આવેલા હિન્દી ભાષી યુવાને અજાણ્યા ટોળા સામે માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.

કાલિકા પ્લોટ વિસ્તારમાં શનિવારે બનેલા ફાયરીંગના બનાવમાં ફરિયાદી આરીફ ગુલામ મીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના ભાઈ મુસ્તાક મીરની હત્યા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, મુલરાજસિંહ જાડેજા અને બીજા ઇસમોએ કરી હોય અને આ બનાવમાં તે ફરિયાદી બન્યો હોય તેમજ આરોપી હિતુભાને હાઈકોર્ટમાંથી પણ જામીન મળતા ના હોય જેનો ખાર રાખી આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પેરોલ પર છૂટી બાદમાં જેલમાં હાજર ના થઈને તેને મારી નાખવાના ઈરાદે વિજય ઉર્ફે કડી ચુડાસમા અને મુલરાજસિંહ અજીતસિંહ જાડેજા સ્કોર્પીઓ કારમાં તેના ઘર નજીક આવી ઉતર્યા હતાઙ્ગ તેને ઘરની વંડીનું કામ ચાલતું હોય અને આ મુસ્તાકના હત્યારા હોય જેથી કોઈ પ્લાનિંગ કરી આવ્યા નથી ને તેવું વિચારતો હતો ત્યારે બે ડબલસવારી મોટરસાયકલ પર આવેલા ઈસમોએ પિસ્ટલથી આડેધડ ફાયરીંગ કરી ફરિયાદીને ઈજા પહોંચાડી તેમજ ફાયરીંગથી નાસભાગ મચતા નજીકમાં રહેતા સિરાજ સંઘી અને વસીમ ઘાંચીની દીકરીઓને પણ ગોળી વાગેલ તેમજ શેરીમાં રમતા વિશાલ કોળી નામના બાળકને ગોળી વાગતા તેનું મોત નીપજાવ્યું છે.

પોલીસે આ ફરિયાદ અન્વયે હિતુભા સહિત પાંચ સામે ગુન્હો દાખલ કરી તમામની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં થયેલા ફાયરીંગ પ્રકરણમાં એક આરોપી ટોળાના હાથે ઝડપાયો હોય અને તેને ટોળાએ લમધારી નાખતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં પોલીસે તેની પૂછપરછ કરતી હતી અને યુવાનની ફરિયાદ લીધી હતી જેમાં મૂળ યુપીના અને હાલ મોરબી રહેતા રાજવીરસિંગ ઇન્દ્રદેવસિંગ ક્ષત્રીય (ઉ.વ.૩૪) નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૮ના રોજ સાંજના સુમારે ૧૦ થી ૧૫ અજાણ્યા માણસોના ટોળાએ તેને લાકડાના ધોકા વડે માર મારી તેમજ ઈંટના ઘા મારી ઈજા પહોંચાડી છે

ઙ્ગબનાવ સમયે ઘવાયેલો ફરિયાદી યુવાન રાજવીરસિંહ ક્ષત્રીય નામનો યુવાન ફાયરીંગ કરવા આવેલા ઈસમો સાથે આવ્યો હતો અને ટોળાએ પકડી લઈને તેને માર્યો હતો તેવી વહેતી થયેલી વાતો વચ્ચે ફરિયાદી યુવાને પોલીસને એવી કેફિયત આપી જે પોલીસને પણ ગળે ઉતરી ના હતી જેમાં પોલીસને તેને જણાવ્યું હતું કે તે દારૂ લેવા કાલિકા પ્લોટમાં ગયો હતો પરંતુ ટોળાએ તેને માર માર્યો હતો ત્યારે પોલીસે હવે હિદી ભાષી યુવાન સાચે જ ઘટનામાં સંડોવાયેલો છે કે નહિ તેની તપાસ કરશે.

દરમિયાન આ ફાયરીંગની ઘટનામાં હત્યાનો ભોગ બનાર નિર્દોષ બાળક વિશાલ કોળીની ગઇકાલે તેના પરિવારજનોએ લાશ સ્વીકારી લઇ અંતિમવિધિ કરી હતી.

મૃતક વિશાલની માતા વિધવા છે અને તેનો મોટો પુત્ર ૧૬ વર્ષનો છે. વિધવાએ કિશોરવયનો પુત્ર ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડયું છે. મૃતક વિશાલની માતાને સરકારી નોકરી અને વળતર મળે તેવી સમાજના આગેવાનોએ માંગણી કરી છે જે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી અપાઇ હતી.  (૪.૪)

 

(12:12 pm IST)