Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જામનગરનું ગૌરવઃ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના ૧૬ વંચિત બાળકો ઇન્ટરનેશનલ સંમેલનમાં ભાગ લેવા જશે

જામનગર, તા.૮: ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી વંચિત ભિક્ષુક, કચરો વીણતાં, બાળ મજુર, શાળા બહારના તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને દત્તક લઈને 'હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર' દ્વારા જામનગરના જુદા જુદા પછાત વિસ્તારોમાં ૩૬૫ દિવસ માટે ઉત્તમ શિક્ષણ, પૌષ્ટિક ખોરાક અને સર્વાંગી વિકાસ માટે અવિરત શિક્ષણ યજ્ઞ કાર્યરત છે.

એસ.આઈ. પી. ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા ભૂજ ખાતે તા.૨૮ થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ એક ઈન્ટરનેશનલ ત્રણ દિવસીય રેસિડેન્શિયલ સંમેલનમાં જામનગર તરફથી ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર ના જુદા જુદા વિસ્તાર માં ચાલતા હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર ના ૧૬ વંચિત બાળકો ભાગ લેવા માટે ભુજ ખાતે જશે જેમાના બે બાળકો રેલ્વે કોલોની ઝોપડપટ્ટીમાં રહે છે. આ ઈન્ટરનેશનલ સંમેલનમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે દેશોના લોકો અને બાળકો ભાગ લેવા માટે પહોચી જશે.

આ ઈન્ટરનેશનલ સંમેલનની થીમ શિક્ષણ છે અને શિક્ષણની થીમને લઈને ઓડીઓ-વિઝયુઅલ માધ્યમ, જુદી જુદી રમતો અને જૂથ ચર્ચા તથા વિવિધ ચિત્રોનો ઉપયોગ કરીને ત્રી-દિવસીય સમય પત્રક યોજાયેલ છે.

ગયા વર્ષે આફ્રિકા ખાતે યોજાયેલ વાર્ષિક સંમેલન માં સંસ્થા ના હિતેશ-કાજલ ભાગ લેવા માટે નાઈરોબી ખાતે ગયા હતા. આ અગાઉ પણ આ સંસ્થાના ૧૦ વંચિત બાળકો ઈન્ટરનેશનલ સંસ્થા યુનિસેફ આયોજીત બાળ અધિકારની એક વર્ષની તાલીમ માટે પસંદગી પામ્યા હતા.

આ તકે આ ત્રિદિવસીય સંમેલનમાં હિતેશ અને કાજલ પંડયા પણ માર્ગદર્શન માટે ઉપસ્થિત રહેશે. આ બધા બાળકો આ સંમેલન દરમ્યાન કચ્છના સફેદ રણની મુલાકાત લેશે જે માટે ના ખર્ચ ને પહોચી વળવા આર્થિક પ્રોત્શાહન આપવા માંગતા સજ્જન લોકો એ કાજલ પંડયાનો મો.૯૪૨૮૯ ૮૬૦૨૬/૭૪૦૫૭ ૭૫૭૮૭ ઉપર સંપર્ક કરવો.

 

(12:11 pm IST)