Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જલારામ બાપાના હસ્તાક્ષર

ચત્રભુજ શ્રી ગજીન્દ્ર સમરત છે. સ્વસ્તનશ્રી અમરેલી શુભસ્થાને સર્વે ઉપમા લાયક ભાઈશ્રી પાંચ કાળા વસરામના પરિવારની ચરણજીવી હોજો.

એતાનશ્રી વીરપુરથી લી. ભગત જલારામ ના રામ રામ વાંચજો.

બીજું લખવા કારણ એ છે જે તમારો કાગળ ૧ ઠા. પીતાંબર જેઠા સાથે આવતા પોતો છે. ઠા. પીતાંબરે બધી વાત કરી છે. તમે સરવ મૂંઝાવ છો તે મુંઝાવા દેવા નઈ. તમારે શ્રી ઠાકોરજીનો ભરોસો સત દાનત ૧ રાખવી શ્રી ઠાકોરજી સરવ વાતની સંભાળ રાખશે. ભાઈ વશરામ રાજી થાએ એમ કરજો. તમારા ઠાકોરજી તમ ભેળા છે તેને રાખવાને એ ઠાકોરજી સરવ વાતે રૂડું કરશે. જેઓ સમરત એ ઠાકોરજી તમારી પાછળ છે તે જાણજો.

સવંત ૧૯૩૪ના પોષ વદી ૫ વાર શની દઃ ભગત પોતાના છે.

(3:57 pm IST)