Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સાવરકુંડલા : પૂ. જલારામબાપાની શોભાયાત્રામાં વંદના કરતા વિરજીભાઇ ઠુંમર

સાવરકુંડલા : જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્ત્।ે જલારામ બાપાની રઘુવંશી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે કોંગ્રેસ આગેવાનો સાથે રહી રાજકમલ ડોકટર જીવરાજ મહેતા ચોકમાં શોભાયાત્રાને આવકારતા અને જલારામબાપાનો તેમજ રઘુવંશી સમાજને બહુ સરસ કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવતાં જલારામ બાપાનું ફુલહારથી સ્વાગત કરતાં ધારાસભ્ય શ્રી ઠુંમર ટીકુભાઈ વરૂ સહિતના અનેક કોંગ્રેસી આગેવાનો જોડાયા હતાં રદ્યુવંશી સમાજના પ્રમુખ જીતુભાઈ ગોળવાળા ડો.કાનાબાર દાતા શરદભાઈ આડતિયા સહિત સમાજના આગેવાનોએ આનંદની લાગણી વ્યકત કરી હતી. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(12:56 pm IST)