Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સુરેન્‍દ્રનગર જીલ્‍લાના થાનગઢની ભૂમાફિયાઓઅે ગૌચર ખોઇ નાખતા પશુપાલકો ભારે નારાજ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમા ભૂમાફયાઓએ ગૌચર ખોદી નાખતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. એક તરફ સરકાર ગૌચર બચાવો અભિયાન ચલાવી રહીં છે ને બીજી તરફ ભૂમાફયાઓ દ્વારા થાનગઢના ગૌચર ખોદી કોલસાનો કાળો કારોબાર ચલાવતા હોવાથી પશુ પાલકો રોષે ભરાયા હતા.

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમા ભૂમાફયાઓએ ગૌચર ખોદી નાખતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

કોલસાના કારોબારમાં જીલ્લાના અને સ્થાનિક સહીત ગાંધીનગર સુધીના ઝભ્ભા ધારી નેતાઓની પણ સંડોવણી હોવાનાં માલધારીએ આક્ષેપ કર્યા હતા.

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તંત્ર ખનન માફિયાની અરજી લેવામા પણ ઢીલાશ કરતાં હોવાની અરજદારોએ આક્ષેપ કર્યો હતો. સરકારી તંત્ર સહીત રાજકીય નેતાઓનો કોલસાના કાળા કારોબારમાં હાથ કાળા કરતાં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખનીજ માફિયા દ્વારા ખોદાતા ગૌચર સરકાર દ્વારા વહેલી તકે બંધ કરાવામાં આવે તેવી લેખિત અરજી નાજાભાઈ બાલાભાઈ અલગોતરે સરકારમાં આપી રોષ ઠલવાતાં જણાવ્યું હતુ.

(10:55 pm IST)