Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

બાંગામાં કાચીંડાના કારણે વીજતાર ભેગા થઇને તુટી પડતા ચાર ઢોરના મોત

જામનગરઃ  કાલાવડ તાલુકાના બાંગા ગામમાં ૧૧ કે.વી. નો એક વીજ વાયર અણધારી રીતે તૂટીને નીચે પડયો હતો આ સમયે ગૌચરની જમીનમા ચરી રહેલી એક ગાય તથા ત્રણ વાછરડાના વીજ આંચકો લાગવાથી બનાવના સ્થળે જ મૃત્યુ થયા હતા.  આ બનાવની જાણ થતા ગૌપ્રેમીઓ ભેગા થઇ ગયા હતા. અને અરેરાટી ફેલાઇ ગઇ હતી.

બનાવની વિગત અંગે મુકેશભાઇ નામની વ્યકિતએ વીજ તંત્રને જાણ કરતા કાલાવડ ગ્રામ્યની વીજ કચેરીના અધીકારીઓ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવી વીજ વાયરને ત્યાંથી ખસેડયો હતો. એક કાંચીડો વીજ તાર પર ચાલવા જતા બંને વાયરો એકઠા થવાથી  તણખા ઝર્યા હતા. વીજ વાયર તુટીને નીચે પડયો હોવાનું પ્રાથમીક કારણ વીજતંત્ર દ્વારા જાહેર કરાયું છે.

(12:36 pm IST)