Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણાર્થે શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદજીએ ૧૯૮૯ થી ચળવળ કરી હતી

  દ્વારકાઃ નારાયણાનંદજી શારદા મઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદજીના મંદિર નિર્માણ માટેના ભૂતકાળના સંસ્મરણો અને પ્રયાસોને યાદ કરતા જણાવેલ કે, આજે જયારે  અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ અંગે ઐતિહાસિક ચુકાદો જાહેર થઇ ચુકયો છે ત્યારે દ્વારકાની શારદાપીઠના જગદગૂરૂ શંકરાચાર્યજી સ્વામી સ્વરૂપાનંદજી મહારાજે વર્ષ ૧૯૮૯ થી ચળવળ શરૂ કરેલી.  તા. ૩ જૂન ૧૯૮૯ ના દિને ચિત્રકુટમાં અખિલ ભારતીય રામજન્મ ભુમિ પુનરોદ્ધાર સમિતિ દ્વારા શંકરાચાર્યજીની અધ્યક્ષતામાં  સાધુ મહાત્મા સંમેલન યોજાયુ હતુ.

તા. ર૭ એપ્રિલ ૧૯૯૦ ના દિવસે શંકરાચાર્યજી વારાણસી પહોંચ્યા હતા. તા. ૩૦ મી એપ્રિલ ૧૯૯૦ ના દિને શિલાઓ સાથે તેમનું ગાઝીપુર સુધી પ્રસ્થાન થયું હતુ.

 

(11:50 am IST)