Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મોરબીના ઊંચી માંડલ નજીક ની સિરામિક ફેકટરીમાં રમતી માસુમ બાળકીનું બોલેરોની ઠોકરે કરૂણમોત

મોરબીના ઉંચી માંડલ નજીક આવેલી ફેક્ટરીમાં રમતી બાળકીનું બોલેરોની ઠોકરે મોત થયું છે જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે

   બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડલ નજીક આવેલી ઇટાલસ સિરામિક ફેક્ટરીના કારખાનામાં રમતી બાળકી સુનીતા (ઉ.વ.૦૫) નું બોલેરોની ઠોકરે મોત થયું છે

  બનાવ અંગે ફરિયાદી મોજીભાઇ વજાભાઇ આદિવાસીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી સુનીતા (ઉ..વ.૦૫) કારખાનામાં આવેલ પ્રેસ ખાતા પાસે રમતી હોય દરમિયાન બોલેરો કાર નં જીજે ૦૩ ઝેડ ૭૧૫૭ ના ચાલકે તેને ઠોકર મારતા બાળકીનું કરુણ મોત થયું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત અંગે બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(11:27 pm IST)