Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

કચ્છમાં ભૂકંપનો આંચકો : રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ : ભચાઉથી 14 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રબિંદુ

 

કચ્છ જિલ્લામાં શનિવારની બપોરે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી.એક અધિકારીએ માહિતી આપી હતી ધરતીકંપને કારણે થયેલાં નુકશાનનાં કોઈ સમાચાર નથી.

ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થાના અધિકારીએ જણાવ્યું હતું કે બપોરના 12.35 વાગ્યે ભૂકંપનો આંચકો લાગ્યો હતો. તેની તીવ્રતા 3.1 હતી. તેનું કેન્દ્ર જિલ્લાના ભચાઉથી 14 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં હતું.

(11:22 pm IST)