Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ધોરાજીમાં સતત ચોથા દિવસે રાત્રીના સમયે વરસાદ શરૂ

સળંગ ચોથા દિવસે પણ સાંજના આઠ વાગે ભારે ગાજ વીજ સાથે મેઘો મંડાયો: છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં સતત ચાર દિવસથી સાંજના સમયે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મેઘરાજા એ પોતાનું સમય પત્રક. જાળવી રાખ્યું હોય તેમ આજે સળંગ ચોથા દિવસે પણ સાંજના આઠ વાગે ભારે ગાજ વીજ સાથે મેઘો મંડાયો હતો.

ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે ફરી આઠ વાગ્યાથી વરસાદ શરૂ થતાં નવરાત્રિના ખેલૈયા ઓ નિરાશ થયા હતા. અને ખેડૂતો નાં ઊભા પાક માટે પણ હાલનો વરસાદ નુકશાની નોતરી રહયો છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર નાં મોટા ડેમો પેકી નો ભાદર ૨  ડેમ સતત પાંચ વખત ઓવરફલો થયો છે. ધોરાજી પંથકમાં સિઝનનો ૫૦ ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે.
મેઘરાજા હવે ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે

(8:45 pm IST)