Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ઈતિહાસમાં પ્રથમ વખત ચામર પૂજા કચ્છ રાજપરિવારના મહારાણી દ્વારા કરવામાં આવી

ભુજના દરબાર ગઢ ખાતે મહારાણી પ્રીતિ દેવી દ્વારા આ પૂજા કરાઈ હતી.

ભુજ ;  નવરાત્રી દરમ્યાન કચ્છના રાજપરિવાર દ્વારા સદીઓથી અનેક પૂજા વિધિ યોજાતી આવે છે. આ સર્વે માંથી માતાજીની ચામર પૂજા અને પતરી વિધિ ખૂબ જ પ્રખ્યાત છે. ગત મહિને કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે મહારાઓ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ આ વિધિ કરવાનો હક મહારાણી પ્રીતિ દેવીને મળ્યો હતો. આજે નવરાત્રિની પાંચમના ભુજના દરબાર ગઢ ખાતે મહારાણી પ્રીતિ દેવી દ્વારા આ પૂજા કરાઈ હતી.

(7:15 pm IST)