Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કચ્છની સરહદ ડેરી અમૂલના સંગાથે નવી ક્રાંતિના મંડાણ કરશે :ફળોના રસના માર્કેટમાં ઝંપલાવશે

કચ્છના બાગાયતી પાકોના રસનો ઉપયોગ કરીને અન્ય વિવિધ વેરાયટીના માર્કેટમાં ઝંપલાવશે

દેશમાં વર્ષોથી પ્રખ્યાત એવી અમૂલ બ્રાન્ડ દ્વારા દૂધ અને તેની અલગ-અલગ બનાવટોના ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. અમૂલ વડે લાખો ખેડૂતોના જીવનમાં આર્થિક ક્રાંતિ આવી છે. ત્યારે કચ્છની સરહદ ડેરી હવે અમૂલ સાથે જોડાઇ આગામી સમયમાં ફળોના રસ અને અન્ય વિવિધ વેરાયટીના માર્કેટમાં ઝંપલાવશે

   કચ્છના બાગાયતી પાકો જેમ કે કેરી, ખારેક અને દાડમના રસ વગેરેનો ઉપયોગ કરીને નવા ઉત્પાદનો બજારમાં મૂકવામાં આવશે. આ દ્વારા કચ્છની સરહદ ડેરી અને અમૂલ સાથે મળીને નવી ક્રાંતિ તરફ ડગ માંડશે

કચ્છમાં એકથી ત્રણ કેરેટના શાકભાજી અને ફળોની બજાર છે, જ્યાં એ ગ્રેડના પાક તાત્કાલિક વેચાઈ જાય છે તે સ્વાભાવિક છે, પણ બી અને સી ગ્રેડના પાક જે બાગાયતી પાકો છે. તેમાં ખાસ વેચાણ ન થતા ખેડૂતો હેરાનગતિ ભોગવતા હોય છે. પરંતુ અમૂલના સહયોગ વડે આ પાકોના પણ ખેડૂતોને સારા ભાવ મળશે, તેમજ ગ્રાહકોને ઉત્પાદનોની વેરાયટી મળતી થશે.

(10:05 pm IST)