Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

લીંબડી પેટા ચુંટણી માટે ભાજપ કાર્યાલય શરૂ

વઢવાણ,તા.૧૦: ગુજરાતમાં વિધાનસભા ની પેટા ચૂંટણી આગામી ૩ નવેમ્બરના રોજ યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષ દ્વારા પ્રચારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લીંબડી વિધાનસભાની સીટ માટે ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન પ્રસંગે રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુ હાજર રહ્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીને લોકો પોતાની પાર્ટી માની રહી છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો રહ્યો નથી. અને તેમના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસથી દુર થઈ રહ્યા છે.અને તે અમારા વિચારધારા સાથે જોડાય છે.તે માટે તે અમારા પક્ષમાં આવે છે. અમારી સરકાર લોકોના કામ કરી રહી છે.

પાર્ટી દ્વારા ચૂંટણી માં જે વચનો આપવામાં આવે છે તે પૂર્ણ પણ કરી છીએ તે માટે છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર બનાવી રહી છે. જિલ્લામાં નર્મદા ના પાણી મળવાથી ખેડૂતો પાક લઈ રહ્યાં છે. સાથે ભાવ પણ સારા મેળવી રહ્યા છે. આ પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર ની જંગી બહુમતી થી વિજય બનાવવા માટે અપીલ કરી હતી. અને કાર્યકર્તાઓને કામે લાગી જવા સૂચન કર્યું હતું. અને લોકો સુધી કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ની યોજનાઓ વિશે માહિતી આપી તેની સાથે વિકાસના થયેલ કામની વાત કરી.

વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ, તેમજ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા,વર્ષાબેન દોષી, સહીત ભાજપના આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)