Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

તળાજાના ગ્રામ્ય પંથકમાં રોગચાળોઃ ૪૩ ઘેટાના મોત

(હરેશ દેવળિયા)કુંઢેલી,તા. ૧૦: તળાજા તાલુકાના કુઢેલી, ેદવળિયા, ઠળિયા, કુંઢડા, રાબગોન, કોદિયા, દુદાણા, બાબરિયાત, બેલા, પદારી, મેથળા, મંગેળા, રેવાવદર, ગાધેસર વગેરે ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાએ દેખા દેતા માલધારીઓ પોતાના પાલતુ જીવો ટપોટપ મરતા હોય મુશ્કેલીમાં મુકાયા છે.

નાકમાંથતી લાલ રંગ જેવું પ્રવાહી વહેવુ, ગળાના ભાગે સોજો આવવો તેમજ ઝાડા થવા જેવા લક્ષણો વાળા આ ભેદી રોગથી આ પંથકમાં ઘેટા -બકરા બિમાર થઇને મોતને ભેટે છે. કુંઢેલી ગામમાં ૧૪, ઠળિયા ગામના માલધારી ઓધડભાઇ બાલાભાઇ બોવિયાના ૧૫, ઠળિયા ગામના માલધારીઓના ૧૭ તથા બેલા ગામે પણ ૭ જેટલા ઘેટાના આ રોગથી મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. વિવિધ ગામોમાંથી બિમાર પશુઓના લોહી -ઝાડાના નમુના ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે. કુઢેલી ગામના માલધારી અગ્રણી ભકાભાઇ હામાભાઇ બુધેલીયાએ માલધારી સમાજની આ સમસ્યા માટે વહેલી તકે નિદાન તથા સારવાર ઉપલબ્ધ થાય તે માટે તપાસ તેમજ ભાવનગર જિલ્લા કક્ષાએ રજુઆત કરેલ છે. તેમણે તંત્ર નિંદ્રામાંતી જાગીને વહેલી તકે આ મુંગા જનાવરને બિમારીમાંથી બચાવે તેમજ માલધારી સમાજને નુકશાનીમાંથી બચાવે તેવી માંગણી કરેલ છે.

(11:33 am IST)