Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

કોન બનેગા કરોડપતિમાં જામનગરના ડો.સુરભીબેન દવે ૩.૨૦ લાખ જીત્યા

 

જનરલ નોલેજ માટે જાણીતો  ટીવી શો કોન બનેગા કરોડપતિમાં મહાનાયક અમિતાભ બચ્ચન સામે  જામનગરના જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા ડો.સુરભીબેન દવે પણ કોન બનેગા કરોડપતિના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ બાદ કોન બનેગા કરોડપતિના સ્પર્ધક બન્યા છે,

   ડો.સુરભી દવે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર હોવા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ મેમ્બર પણ છે, તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પૂર્વ સભ્ય પણ રહી ચુક્યા છે, ત્યારે પ્રસારિત થયેલા શો માં જામનગરના ડો.સુરભીબેન જોવા મળ્યા હતા,

   સુરભીબેન ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટમાં સિલેક્ટ થઇ જતા તેવો ભારે ભાવુક બની ગયા હતા, અને  અમિતાભએ કહ્યું હવે રડવાનું બંધ કરો અમિતાભે તેવોને રૂમાલ અને પાણી પણ આપ્યું હતું જે બાદ આગળની ગેમ શરુ થઇ હતી, ખેલના અંતે જામનગર ડો.સુરભીબેન દવેએ .૨૦ લાખ જીતીને જામનગર અને શિક્ષણજગતના ગૌરવમાં વધારો કર્યો છે.

(11:39 pm IST)