Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સરધાર પાસે કાથરોટામાં દીનેશ મકવાણાના મકાનમાં દરોડોઃ જુગાર રમતા ૮ ઝડપાયા

મકાન માલીક દિનેશ, ધનજી, મહેમુદ, પંકજ, નારણ, અશોક, મનીષ અને રાજુની ધરપકડ

રાજકોટ,તા.૧૦: સરધાર નજીક કાથરોટા ગામમાં રહેતા દિનેશ ધીરૂભાઇ મકવાણાના મકાનમાં આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડીે લીધા છે.

 મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.જે રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એસ.પટેલ, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ નેચડા અને કુલદિપસિંહ જાડેજા સહિત પેટ્રોલિગમાં હતા. ત્યારે બાતમીના આધારે સરધાર નજીક કાથરોટા ગામમાં રહેતા દિનેશ ધીરૂભાઇ મકવાણા મકાનમાં દરોડો પાડી મકાન માલીક દિનેશ તથા રાજકોટ ૮૦ ફુટ રોડ સત્યમ પાર્કના ધનજી ભીખાભાઇ ખૂંટ (ઉવ.૫૮), લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં. ૩ના મહેમુદ ઇબ્રાહીમભાઇ આકબાણી (ઉવ.૪૬),  વૃંદાવન સોસાયટીના પંકજ બાબુભાઇ ભાલોડીયા (ઉવ.૩૫), જસદણના કમળાપુરનો નારણ કરશનભાઇ વાધકણી (ઉવ.૩૨), શ્યામ પાર્કના અશોક નાથાભાઇ ઉનડકટ(ઉવ.૫૮), અમરનગર શેરી નં.૨ના મનીષ બાબુભાઇ મહેતા (ઉવ.૪૪) અને લોઠડાના રાજુ રૂપાભાઇ બારૈયા (ઉવ.૩૫)ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૩૨૦૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

રૂખડીયામાં પાંચ જુગારી ઝડપાયા

પોપટપરામાં સેન્ટ્રલ જેલની પાછળ રૂખડીયા મફતીયાપરામાંં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પ્રનગર પોલીસ મથકના પીઆઇ કાતરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ અરવિંદભાઇ તથા યુવરાજસિંહના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ફીરોઝ અયુબભાઇ જામ (ઉવ. ૨૪) (રહે. રૂખડીયાપરા શેરી નં.-૩), ચિરાગ હરસુખભાઇ મકવાણા (ઉવ. ૨૩) (રહે. ભગવતીપરા શેરી નં. ૭) સરફરાઝ આરીફભાઇ કાદરી (ઉવ. ૨૦)(રહે. રૂખડીયાપરા શેરી નં.-૩), જાવેદ આરીફભાઇ કાદરી (ઉવ.૨૧) (રહે. રૂખડીયાપરા શેરી નં.૩) તથા અશોક ગોવાભાઇ ડાભી (ઉવ.૨૮) (રહે. ભગવતીપરા)ને પકડી લઇ રૂ. ૩,૬૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:52 pm IST)