Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જામનગરના મોટી ખાવડી પાસે લોર્ડસ દ્વારા નવી હોટલનું કાલે ઉદ્ઘાટન

જામનગર, તા. ૧૦ :  લોર્ડસ ઈન દ્વારા મોટી ખાવડીના હાર્દ સમા વિસ્તારમાં શરૂ કરવામાં આવી રહેલી અદ્યતન હોટેલનું સંચાલન સપ્રસિધ્ધ. લોર્ડસ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્રયું છે જે ગ્રુપ હોટેલ સંચાલન ક્ષેત્રે ખબ નામના ધરાવે છે. પ્રસ્તૃત લોર્ડસ ઈન હોટલમાં વિશાળ ડીલકસ તેમજ એકિસકયુટીવ રૂમસ ઉપરાંત સુપ સાથે સિમિંગ પલની સગવડતા પરી પાડવામાં આવશે. તદ્ઙ્ગઉપરાંત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્વાદિષ્ટ ભોજન માટે રેસ્ટોરન્ટ છે દૈનિક શારિરીક કસરત માટે જીમ, લોન તેમજ સપાની સવિધા પણ ઉપલબ્ધ રહેશે.

લોર્ડસ ઈન હોટેલના પ્રયોજક દ્વારા મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી હોટલનું ઉદદ્યાટન કરવામાં આવશે. આ હોટલનું ઉદદ્યાટન તા.૧૧/૧૦/૨૦૧૯ના રોજ કરાશે આ હોટલનું ઉદદ્યાટન ધનરાજભાઈ નથવાણી(ગ્રપ સિનીયર વાઈસ પ્રસીડેન્ટ રિલયાન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.) કરાશે અને મુખ્ય મહેમાન મહેમાન તરીકે શ્રી આર.સી.ફળદુ સાહેબ(ગજરાત સરકાર કેબીનેટ મંત્રી), શ્રી ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા) (ગુજરાત સરકાર રાજયકક્ષા મંત્રી), શ્રી પુનમબેન માડમ (સાંસદ સભ્ય જામનગર), શ્રી મુળુભાઈ બેરા (ચેરમેન ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ), શ્રી રાઘવજીભાઈ પટેલ (ધારાસભ્ય જામનગર રૂરલ), ચંદ્દેશભાઈ પટેલ (પ્રમુખ જીલ્લા ભાજપ),શ્રી અનિલ વિશ્વામભરણ (સી.આર.જી. હેડ વાડીનાર-નૈયાર), શ્રી પ્રદિપ ગપ્તા (ડાયરેકટર ઓફ પાવરીકા લી.) અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ હોટલનું ઉદ્દ્યાટન કરાશે.જયારે લોર્ડસ ઈન હોટલ અને રિસોર્ટસના મુખ્ય સંચાલક અધિકારી પુસ્પેન્દ્ર બંસલ તેમજ (સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ ઋષિપુરી દ્વારા સ્વાગત વિધી કરવામાં આવશે.

લોર્ડ્સ ઈન હોટલના પ્રયોજકો દિલિપસિંહ ચુડાસમા, સુનિલભાઈ લોડાયા અને ભગીરથસિંહ જાડેજા દૂમયરા ઔપચારીક માહીતી આપતા જણાવ્યું હતું કે રિલાયન્સ રિફાઈનરીની નજીક મુખ્ય દ્વારકા જતાં હાઈવે રોડ ઉપર મોકાની જગ્યાએ કુદરતી વાતાવરણની વચ્ચે આ હોટલ આવેલી છે ધંધાકીય ક્ષેત્રના ગ્રાહકો તેમજ દારકા પ્રવાસે આવતા પ્રવાસીયો અને યાત્રાળુઓ આ હોટલના મહેમાન બનશે. આ ઉપરાંત લોર્ડસ ઈન હોટલની આજુ—બાજુમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન, માં આશાપુરા માતાજી મંદિર તેમજ જામનગરના લાખોટા તળાવ ઉપરાંત અન્ય રમણીય અને એતિહાસીક અને ધાર્મિક સ્થળોની મુલાકાતે આવતા અસંખ્ય પ્રવાસીયો પણ આ હોટલના મહેમાન બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

પ્રવાસીઓના આતિથય માટેના નામના ધરાવતી લોર્ડસ ઈન હોટલ અને રેસ્ટોરન્ટ ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહયું છે લોર્ડસ ઈન હોટલ અને રેસ્ટોરન્ટની૨૦૦૮માં સ્થાપના કરવામાં આવી હતી તે સમયથી અત્યાર સુધીમાં કુલ ૭ રાજયોમાં ફેલાયેલી ૩૯ હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ ની એક મજબુત સાકળ ઉભી કરવામાં આવી છે. સાથે-સાથે નેપાળ જેવા વિદેશમાં પણ લોર્ડસનુ નામ પરિચીત થવા લાગ્યું છે. લોર્ડસ ઈન હોટલ અંગે વધુ વિગત તેમજ વ્યકિતગત મુલાકાત માટે કાજલ ચંદત એટ માર્કેટીંગ @ લોર્ડસ હોટલ્સ COM ઉપર સંપર્ક કરી શકાશે.

(1:12 pm IST)
  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST