Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જામરાવલ નગરપાલિકામાં સતા પલટો : હવે કેસરિયો લહેરાયો :કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જોડાયા

કોંગ્રેસના 9 ચૂંટાયેલા કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો

દ્વારકાની જામરાવલ નગરપાલિકામાં કેસરિયો લહેરાયો છે. જામરાવલ નગર પાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો  ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના 9 ચૂંટાયેલા કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. જામ રાવલ નગર પાલિકામાં કુલ 24 વોર્ડ છે

   ગત ચૂંટણીમાં ભાજપના 11 સભ્યો ચૂંટાયા હતા. તો કોંગ્રેસના 13 સભ્યો કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને સત્તા સંભાળી હતી. ભાજપે ફરી સત્તા પલ્ટો કરી જીત મેળવી હતી. પરંતુ ફરી નારાજ જૂથ એક થઈ જતા કોંગ્રેસ સત્તા પર આવી હતી.

    એક વર્ષમાં ફરી 24 સભ્યોમાંથી 17 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ આવિશ્વાસની દરખાસ્ત કરી હતી. ત્યારબાદ કાર્યકારી પ્રમુખથી ચાર્જ ચાલતો હતો. પરંતુ આજે 9 સભ્યો ભાજપમાં આવી જતા 24 માંથી ભાજપનું સંખ્યાબળ વધીને 20 પર પહોંચી ગયું છે.

(9:57 pm IST)
  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST