Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાવનગરના વડોદરિયા પાર્ક નજીક બે જૂથ વચ્ચે ધીંગાણું : તલવારો અને હથિયારો સાથે મારામારી :લોકોમાં નાસભાગ

ઘટના સ્થળ પર તુટેલા વાહનો, હોકી, સ્ટીક, બેટ સહિતના હથિયારોના ખડકલા

ભાવનાગરમાં કોલેજ સર્કલ વડોદરિયા પાર્ક નજીક બે જૂથ હથિયારો સાથે આમને-સામને આવી જતા મારામારીના બનાવના પગલે ભારે નાસભાગ મચી જવા પામી હતી. ઘટના સ્થળ પર તુટેલા વાહનો, હોકી, સ્ટીક, બેટ સહિતના હથિયારોના ખડકલા જોવા મળ્યા હતા

  જાણવા મળતી વિગત મુજબ શહેરના કોલેજ સર્કલથી સંસ્કાર મંડળ રોડ પર વડોદરિયા પાર્ક નજીક બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી સર્જાવા પામી હતી. ખુલ્લી તલવારો અને હથિયારો સાથે બંને જૂથ આવી જતા ધીગાણુખેલાયુ હતુ જેમાં બંને પક્ષના લોકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ હતુ.

  મારામારીમાં બે વાહનની તોડફોડ થવા પામી હતી. તેમજ સ્થળ પર અસંખ્ય હથિયારો જેવા કે, બેટ, લાકડીઓ, સ્ટીકનો ખડકલો જોવા મળ્યો હતો. ધોળા દિવસે થયેલી મારામારીથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી

   ઉક્ત ઘટના સંદર્ભે પોલીસ તંત્રને પૃરછા કરતા મારામારી મામલે કોઇએ કન્ટ્રોલને ફોન કર્યો નયી જેથી ઘટનાની જાણ થઇ નથી તેવો જવાબ સાંભળવા મળ્યો હતો. ત્યારે પોલીસની એક કર્મી પણ સ્થળ પર ફરક્યો હતો. અને તુટેલા વાહન તેમજ હથિયારોના ખડકલા યથાવત સ્થીતિમાં જૉવા મળ્યા હતા. મોડે મોડે જાણ થતાં સંસ્કાર મંડળ વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફુટેઝ મેળવવા પોલીસ જોતરાઇ હતી. જ્યારે ઘટનાથી પોલીસ અજાણ છે ત્યારે સ્વાભાવિક ગંભીર મામલે કોઇ ફરિયાદ પણ નોંઘાવા પામી નથી જોકે, કોલેજ કેમ્પસ નજીક હથિયારોર્ની બાકાઝીક બોલતા ભારે ચકચાર મચી જવા પામી છે.

(10:55 pm IST)