Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અમરેલીના કોઠાપીપરીયામાં હીરા ઉદ્યોગપતિનું દેણું વધી જતા આપઘાત

અમરેલી, તા. ૧૦ : ધારીના કોઠાપીપરીયામાં રહેતા અને મુંબઇ ખાતે હિરાનો ઉદ્યોગ કરતા દિનેશ પરબતભાઇ સરધારા નામના આઘેડ ઉદ્યોગમાં મંદી આવતા અને દેણુ વધી જતા પોતાની મેળે મંદીરવાળા રૂમમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલામાં પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પતિનો આપઘાત

સાવરકુંડલાના કેવડાપરામાં રહેતા વિક્રમ જોશરૂભાઇ ખસીયા નામના યુવાને પત્ની સાથે નિરણ નાખવા પ્રશ્ને માથાકૂટ થતા છતના હુક સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કરી લીધાનું સાવરકુંડલા તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

રાજુલાના જુની બારપટોળીમાં ઝેરી દવાની અસરથી મોત

રાજુલાના જુની બારપટોળી ગામે રહેતા હરી રૂડાભાઇ જીતીયા ઝેરી દવાની નોજલમાં કચરો આવી જતા મોઢાથી પ્રેસર આપવા જતા ઝેરી દવાની અસર થતા સારવાર દરમિયાન રાજુલા પોલીસમાં તેનું મોત નિપજયું હતું.

અમરેલીની જેલમાંથી રજા ઉપર આવેલ આરોપી ફરાર

અમરેલીની જેલમાં સજા ભોગવતો અને સાવરકુંડલાના મેકડા ગામે રહેતો જયેશ ઉર્ફે જયદીપ પુંજા નામનો આરોપી રજા ઉપર છુટયા બાદ સમય મર્યાદામાં હાજર ન થઇ કયાંક ફરાર થઇ ગયાની ફરીયાદ  પોલીસમાં થવા પામી હતી.

(3:52 pm IST)