Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગોંડલ ખાદી પ્લાઝા ની મુલાકાતે યુ.એસ.એ થી લીવાઇઝ કંપનીની ટીમ

ગોંડલ: ઉદ્યોગ ભારતી સંચાલિત નેશનલ હાઈવે પર આવેલ ખાદી પ્લાઝા ખાતે અમેરિકાની જીન્સ ગારમેન્ટ બનાવતી વિશ્વ પ્રસિદ્ધ લીવાઇઝ કંપનીના કેનેડા રશિયા ફ્રાંસ સહિત નવ દેશોના પ્રતિનિધિઓની ૧૪ સભ્યોની ટીમ તેમજ અરવિંદ મીલ અમદાવાદના છ ઓફિસર ગોંડલ ખાદી પ્લાઝા ની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ ખાદીની લાઈવ પ્રક્રિયા અંબર ચરખા પેડલ લુમ્સ, અને ઇન્ડિગો કલરને રંગવાની પ્રક્રિયા જોઈ સમજી હતી આ તકે સંસ્થા દ્વારા સર્વે નું સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું વિદેશીઓને ઓર્ગેનિક ખાદી સ્ટોલ, સિલ્ક, સ્કાફ વગેરે પસંદ પડ્યા હતા, અરવિંદ મિલ્સ દ્વારા ડેનીમ ખાદી ખરીદ કરવામાં આવી રહી છે, ભવિષ્યમાં કયા પ્રકારની અને કેવી ખાદી ઉત્પાદિત કરવી તે આશયથી મુલાકાત કરવામાં આવી હતી આ તકે સંસ્થાના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

(3:30 pm IST)