Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

તાલાલામાં ધારાસભ્ય બારડના કાર્યાલયનો પ્રારંભ

 સુત્રપાડા : તાલાલા અને સુત્રાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા તાલાલા તાલુકાના ગ્રામ્ય લોકોના પ્રશ્નને વાચા આપવા તથા લોકો સતત સંપર્કમાં રહેવાના હેતુસર તલાલા મુકામે નવા બસ સ્ટેન્ડ સામે નવનિર્મિત તેમની કાર્યાલય ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ર્જુનભાઇ મોઢવાડીયા તથા ધારાસભ્યો ભીખાભાઇ જોષી, વિસાવદરના હર્ષદભાઇ રીબડીયા, માણાવદરના જવાહરભાઇ ચાવડા, માંગરોળના બાબુભાઇ, ઉનાના પુંજાભાઇ વંશ, સોમનાથના વિમલભાઇ ચુડાસમા, કોડીનારના મોહનભાઇ વાળા તેમજ જિલ્લા પંચાયત તથા કોંગ્રેસના કાર્યકરો ખેડૂતો બેરોજગાર યુવાનો વેપારી મિત્રોની હાજરીમાં ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : રામસિંહ મોરી-સુત્રાપાડા )

(12:53 pm IST)