Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જામનગરમા વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન

જામનગરઃ ઇમેજીંગ ફોટોગ્રાફર એશોસીએશન જામનગર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું ડે.મેયર કરશનભાઇ કરમુર, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા તથા લાલજીભાઇ સોલંકી, સંસ્થાના પ્રમુખ, જયસુખભાઇ પરમાર, સામતભાઇ પરમાર, કોર્પોરેટર આનંભાઇ રાઠોડ, આનંદભાઇ ગોહીલ તથા નિતાબેન પરમાર તેમજ અનેક મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ જયસુખભાઇ પરમારએકરેલ. જામનગર ફોટોગ્રાફર એસોશીએશન તથા પ્રોફેશનલ ફોટોગ્રાફ કલબના સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી અને ઇમેજીંગ ફોટોગ્રાફર ટીમને શુભેચ્છા આપેલ.આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, ડે.મેયર કરશનભાઇ કરમુર, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, પ્રોફેશનલ ફોટોગ્રાફર કલબના મુકેશભાઇ સોલંકીએ ફોટોગ્રાફર પોતાના બિઝનેશને ડેવલોપ કરી પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે તેવું માર્ગદર્શન પુરૂ પાડેલ. આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં વિદ્યાર્થીને પ્રોત્સાહીત કરવા માટે સાંસદ પુનમબેન માડમ મેયર, હસમુખભાઇ જેઠવા ડે.મેયર કરશનભાઇ કરમુરપ્લેઝર કલર લેબના નારણભાઇ પટેલ, સ્વસ્તિક કલર લેબના સન્નીભાઇ પટેલ, પ્રોફેશનલ ફોટોગ્રાફર કલબના પ્રમુખ મુકેશભાઇ સોલંકી, જામનગર ફોટોગ્રાફર કલબના જયેશભાઇ નાખવા સંસ્થાના પ્રમુખ જયસુખભાઇ પરમાર, મોરબી ફોટોગ્રાફર એશોસીએનના પ્રમુખ જીતુભાઇ પરમાર, અને રોહીતભાઇ બોખાણીના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રોગ્રામનું સંચાલન પ્રહલાદભાઇ સિંધવ તથા આભાર વિધિ સંસ્થાના સેક્રેટરી રાજુભાઇ યાદવે કરેલ. પ્રોગ્રામને સફળ બનાવવા પ્રેમજીભાઇ વાઘેલા, પ્રહલાદભાઇ સિંધવ તથા રાજુભાઇ યાદવે જહેમત ઉઠાવેલ તે પ્રસંગની તસ્વીર (૬.૬)

(12:18 pm IST)