Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

કચ્છના અંજારમાં ભારે વરસાદ, ભુજમાં બફારા વચ્ચે વીજળી પડી

ભુજના ભીડ બજારમાં આવેલા કમલાણી ફળિયામાં ભારે કડાકા સાથે વીજળી ત્રાટકી

ભુજ ; કચ્છમાં ભારે ગરમી વચ્ચે બપોર બાદ બદલાયેલા વાતાવરણ વચ્ચે ભુજમાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે, બપોરે સાધારણ ઝાપટાં વચ્ચે ભુજના ભીડ બજારમાં આવેલા કમલાણી ફળિયામાં ભારે કડાકા સાથે વીજળી ત્રાટકી હતી. વીજળીના કડાકા ના અવાજે લોકોને ડરાવી દીધા હતા. વીજળી મકાન ઉપર પડી હતી જેના કારણે મકાનના છાપરા તૂટી ગયા હતા. જ્યારે સાંજે અંજારમાં ગાજવીજ પવન સાથે તોફાની વરસાદ પડ્યો હતો. પવન સાથે મીની વાવાઝોડાને કારણે શહેરમાં અનેક જગ્યા વૃક્ષ થયા ધરાશાયી થયા હતા. અંજારની બજારોમાં ભારે પાણી વહી નીકળ્યા હતા.

(8:30 pm IST)