Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

જામનગરમાં બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત

જામનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીઆ ની આગેવાનીમાં તા. ૧૦ સપ્‍ટેમ્‍બર ના કૉંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્‍સ ના કાળા કારોબારના વિરુદ્ધ ગુજરાત બંધ માં સૌ ને સાથે જોડાવવા અપીલ કરી હતી. અને સિક્કામાં ગુજરાત બંધના એલાનમાં લોકો સમક્ષ બંધ કરાવવા નીકળેલા ગુજરાત પ્રદેશ કિસાન કૉંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, તાલુકા કૉંગ્રેસના પ્રમુખ ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હારુનભાઈ પલેજા, સિક્કા શહેર પ્રમુખ અસગરભાઈ સુમભાણીયા, જિલ્લા ઉપ પ્રમુખ દાઉદભાઇ, જિલ્લા મહામંત્રી ચેતણભાઈ, માલધારી સેલના પ્રમુખ બાલુભાઈ લુણા, ગિરિરાજસિંહ તથા જિલ્લા કૉંગ્રેસ અને સિક્કા કૉંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.  (અહેવાલ  : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:11 pm IST)