Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

કોડીનારઃ જમીનનો સોદો કરી ૫૦ લાખ ઓળવી જતા ફરિયાદ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૯: નીતેશભાઈ કાછેલાએ ગીર સોમનાથ એસપીને કરેલી ફરિયાદ મુજબ તાલાલા રેલવે સ્‍ટેશન રોડ પર આવેલ બાબુભાઈ લક્કડની રેવન્‍યું સર્વે નં -૫૫૮ પૈકી -૧ ની હે.આરે. ૦.૬૫-૭૫ વાળી જમીનનો -તિવિઘાનો ૧.૬૫ કરોડ લેખે સોદો કરેલ હોય અને તે સોદા કરાર પોતે અને અરવિંદભાઈ કેશવાલાના સંયુક્‍ત નામે ૮ ઓગસ્‍ટ ૨૦૧૬ નાં બાબુભાઈ લક્કડે કરી આપેલ. જમીનના કરાર સમયે ૨૦ લાખ અને એક માસ બાદ ૩૦ લાખ વેંચનારને ચૂકવી આપેલ. અને જમીન બીનખેતી થઈ જાય ત્‍યારે બાકીની રકમ ચૂકવી દસ્‍તાવેજ કરવાનો કરાર થયેલ. પરંતુ જમીન માલિકે ગત ૨૬ જુલાઈના બિનખેતી થયેલ જમીનમાં એક પ્‍લોટનું દસ્‍તાવેજ અન્‍ય વ્‍યક્‍તિને કરી આપતા પોતાના સોદાનો કરાર અમલમા હોય ૫૦ લાખ રૂપિયાની રકમ ઓળવી જવા માંગતા હોય તાલાલા પોલીસને ફોરદારી ગુનો દાખલ કરવા માંગ કરી છે. અને યોગ્‍ય કાર્યવાહી કરવા પણ જણાવ્‍યું છે. તાલાલા શહેરમાં હાલ આ જમીનનો આગલો સોદો ચર્ચામાં છે. પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર લોકોની નજર મંડરાયેલી છે.

(11:07 am IST)