Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ઉપલેટામાં એસ.ટી.બસ અને સાયકલ વચ્‍ચે અકસ્‍માતઃ એક વિદ્યાર્થીનીનુ મોતઃ એકને ઇજા

(કૃષ્‍ણકાંન્‍ત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા.૧૦: ગઈકાલે બપોર ૧૨:૩૦ સમય અહિયાં કોલકી રોડ ઉપર ઉપલેટાના પ્રવેશ દ્વાર પાસે એસટી બસ તથા સાયકલનો અકસ્‍માત થતાં એક વિદ્યાર્થીનું મોત થયેલ છે ત્‍યારે અન્‍ય એક વિદ્યાર્થીની ને માથાના ભાગમાં ઈજા થયેલ છે.

આ અંગેની વિગતે પ્રકારની છે કે ઉપલેટા એસટી ડેપોની બસ  ઉપલેટા ડેપોમાંથી બસ નંબર જીજે ૧૮ ઝેડ  ૩૦૯૯ના ચાલ કડેપો માંથી ધોરાજી રોડ પર આવેલા પાનેરા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરવા માટે જતી હતી ત્‍યારે આ અકસ્‍માત બનેલ છે કોલકી રોડ ઉપર આવેલ વીપી ઘેટીયા સ્‍કૂલમાં અભ્‍યાસ ધોરણ ૧૧ માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થી કોળીવાસમાં રહેતાઅવની બેન રમેશભાઇ કટારા રબારી ઉંમર વર્ષ ૧૮નું  મોત થયેલ છે જ્‍યારે અન્‍ય રાજવી બેન ને ઇજા થયેલ છે આ બંને બહેનપણીઓ જુદી જુદી સાયકલ ઉપર આવતી ત્‍યારે એસટીચાલક હડફેટ લેતા અનવીબેનનું મોત થયેલ ત્‍યારે રાજવી બેનને ઇજા થયેલ છે.

 આ અંગે ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરીને પી.આઈ પીજે રાણા વધુ તપાસ કરેલ છે મળનાર વ્‍યક્‍તિની ડેટ બોડી ઉપલેટા કોટેજ હોસ્‍પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવેલ છે આ અંગે એસટી ચાલક સામે અવની બેનના દાદા  વગાભાઈ નારણભાઈ કટારાએ ફરિયાદ કરેલ છે.

(11:04 am IST)