Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા' બન્‍યુ આસ્‍થાનું કેન્‍દ્ર : અંતિમ દિવસે અનેક લોકો દ્વારા માનતા પરિપૂર્ણ કરવા આદો દિવસ ઉમટયા

મોરબી લોહાણા મહાજન તથા કુવાડવા લોહાણા મહાજન તથા માલધારી સમાજ ઉપરાંત નવાપરા ખાતે ગજાનન ગ્રુપ દ્વારા જીતુભાઇ સોમાણીનું પુષ્‍પવર્ષા તથા સાલ ઓઢાણી કરાયું સન્‍માનઃ શુક્રવારે અંતિમ દિવસે પ્રસિધ્‍ધ તરણેતરના મેળામાં તાજેતરમાં ભાગ લઇ ચુકેલી તરણેતર રાસ મંડળી દ્વારા હુડો રાસ તથા વિવિધ રાસ યોજી ભારે જમાવટ કરી : આજે શનિવારે ‘માર્કેટ ચોક કા રાજા'ના પંડાલની પ્રતિમાનું ભવ્‍ય રીતે થશે વિસર્જન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૧૦ : ગણેશ ઉત્‍સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્‍સવમાં ‘માર્કેટ ચોક કા રાજા'ના પંડાલ જાણે આસ્‍થાનું કેન્‍દ્ર બની ગયું છે. ઉપરોકત પંડાલમાં અંતિમ દિવસે શુક્રવારે આસ્‍થાભેર રાખેલ માનતાઓ પુરી કરવા દિવસ દરમ્‍યાન ઘણા ભાઇઓ-બહેનો દ્વારા આ પંડાલમાં આવી પહોંચ્‍યા હતા.

ઉપરાંત મોરબી તથા કુવાડવા લોહાણા મહાજનના આગેવાનો તથા પ્રમુખ શ્રી ગીરીશભાઇ ઘેલાણી તથા અન્‍ય અગ્રણીઓ તેમજ કુવાડવાથી ભીખાભાઇ પાઉં તથા સમાજના અન્‍ગ લોકો વાંકાનેર ખાતે આવી પહોંચ્‍યા હતા અને પંડાલમાં જ જીતુભાઇ સોમાણીનું પુષ્‍પહાર તથા સાલ ઓઢાળી સન્‍માન કરવામાં આવેલ હતું. અને આજે અંતિમ દિવસે વાંકાનેર લોહાણા મહાજન તથા યુવક મંડળ તેમજ રઘુવંશી સોશ્‍યલ ગ્રુપ દ્વારા ભાઇશ્રી જીતુભાઇ સોમાણી તથા પૂર્વ ધારાસભ્‍યશ્રી જ્‍યોત્‍સનાબેન સોમાણીનું સન્‍માન તથા અભિવાદન કરવામાં આવ્‍યુ હતું.

વાંકાનેર ખાતે પંચાસર રોડ ઉપર આવેલ ગજાનન ગ્રુપ દ્વારા જીતુભાઇ સોમાણી તથા શિવસેના પ્રમુખ મયુરભાઇ ઠાકોર દ્વારા મહાઆરતી ઉતારવામાં આવેલ ત્‍યારબાદ રજવાડી ઠાઠ માઠ સાથે સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.

આજે અંતિમ દિવસે  ‘માર્કેટ ચોક કા રાજા' ના પંડાલમાં સૌરાષ્‍ટ્રની પ્રસિધ્‍ધ રાસ-મંડળી જે તાજેતરમાં તરણેતરમાં ઇનામ મેળવી ચુકેલી તરણેતરની રાસ મંડળી દ્વારા આ પંડાલમાં રાસનું આયોજન કરી ભારે જમાવટ કરી હતી. ઉપરોકત કાર્યક્રમમાં ગણેશ ભકતજનો  દ્વારા વન્‍સમોરના નારા લગાવતા રહ્યા હતા.

મોટી સંખ્‍યામાં ભાવિક ભાઇઓ-બહેનોએ આ કાર્યક્રમ નિહાળ્‍યો હતો.

(10:37 am IST)